Sunday, December 5, 2010

ધનયોગ બનાવે છે ધનવાન

જન્માક્ષરમાં બીજો ભાવ ધનનો કારક હોય છે. તે જાતકને ધન, આકર્ષણ, ખજાનો, સોનું, મોતી, ચાંદી વગેરે અપાવે છે.

સંસારમાં એવી કઇ વ્યક્તિ હશે જે ધનવાન બનવાની ઇચ્છા ધરાવતી નહીં હોય! ધનવાન બનવા માટે વ્યક્તિ પ્રયત્નો પણ ખૂબ કરે છે. પણ દરેક જણ તેમાં સફળ નથી થતું. આવું શા માટે? આ ધનયોગ બને છે ક્યાંથી? કયા-કયા કારણો ધનયોગનું નિર્માણ કરે છે? આવો જાણીએ.

જન્માક્ષરમાં બીજો ભાવ ધનનો કારક હોય છે. તે જાતકને ધન, આકર્ષણ, ખજાનો, સોનું, મોતી, ચાંદી વગેરે અપાવે છે. દ્વિતિય સ્થાન સ્થાયી સંપત્તિ જેમ કે ઘર, ભૂમિનું કારક હોય છે.

દ્વિતિય ભાવમાં શુભ ગ્રહ કે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ધનવાન બનવામાં કોઇ અડચણ નથી નડતી. બુધ જો દ્વિતિય ભાવમાં હોય તથા તેની ઉપર ચંદ્રમાની દ્રષ્ટિ હોય તો જાતક ધનહીન બને છે. પાપ ગ્રહ પણ જો દ્વિતિય ભાવમાં દ્રષ્ટિ રાખતો હોય તો જોતક ધનહીન બને છે. દ્વિતિય ભાવમાં ચંદ્રમા અપાર ધનનો દાતા હોય છે, પણ જો તેની ઉપર નીચના(ઊતરતા) બુધની દ્રષ્ટિ પડી જાય તો ઘરમાં રાખવામાં આવેલું ધન પણ નષ્ટ થઇ જાય છે.

ચંદ્રમા જો એકલો હોય તથા કોઇપણ ગ્રહ તેની સાથે દ્વિતિય કે દ્વાદશ ભાવમાં ન હોય તો જાતક દરિદ્રતા ભોગવે છે. તે ગમે તેટલું કમાય તેમ છતાં તેની પાસે ધનની બચત થતી નથી. સૂર્ય બુધ દ્વિતિય ભાવમાં સ્થિતિ પામેલો હોય તો ધન સ્થિર નથી રહેતું.

શું ઉપાય કરશો?

- સોમવારનું વ્રત કરવું.
- સોમવારે શિવજીની પૂજા કરવી.
- સાંજના સમયે શિવ મંદિરમાં દીપ પ્રગટાવો.

No comments:

Post a Comment