Monday, December 6, 2010

વિદેશગમન-એક અનુભવસિદ્ધ અને સીધી વાત - emigration is one experienceready - www.divyabhaskar.co.in

આજકાલ યુવાનોમાં વિદેશગમનને લઇને એક ઘેલછા અને ગાંડપણનું વાતાવરણ દેખાય છે. સામે ચાલીને બરબાદીને આમંત્રણ એટલે વિદેશગમનની મહેચ્છા. અલબત્ત આ વાત જાતે અનુભવો નહીં ત્યાં સુધી સમજાય નહીં તેવી છે. ગુજરાતીમાં કહેવત છે કે આપ મુઆ વિના સ્વર્ગે જવાય નહીં, પણ વિદેશગમન એટલે સામે ચાલીને નર્કનું રિઝર્વેશન કરાવવાની મૂર્ખામી એવું કહેવું અતિશયોક્તિ નથી. માંડ દસ ટકા લોકો વિદેશગમન બાદ ગમતી સ્થિતિને માણી શકે છે અને નેવું ટકા લોકો ફરિયાદોનું પોટલું લઇ પરત આવે છે.

વિદેશની ધરતી પર પગ મૂકવો એટલે નવો જન્મ અને નવો જન્મ એટલે નવી જન્મકુંડળી. વિદેશમાં તમારો નવો જન્મ કેવો હશે તેના માટે તમારી હાલની કુંડળીમાં વિદેશગમનના યોગ છે કે નહીં તે જાણવું જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે.

વિદેશગમન બાબતે સૌથી અનુભવસિદ્ધ યોગ અમારા ધ્યાનમાં આવ્યો છે, તે યોગનું નામ છે પરિવર્તન યોગ. સૌપ્રથમ વાચકોને સમજાવીએ કે પરિવર્તન યોગ એટલે શું? પરિવર્તન યોગને અંગ્રેજીમાં એક્સચેંજ ઓફ હાઉસ કહે છે. બ્રહ્નાંડના રાશિચક્રમાં કુલ બાર રાશિ આવેલી છે. આ બાર રાશિઓના જુદા જુદા માલિક ગ્રહો નક્કી કરેલા છે. જેમ કે મેષ રાશિનો માલિક ગ્રહ (અધપિતિ) મંગળ છે તો વૃષભ રાશિનો માલિક શુક્ર છે.

જો મંગળ મેષ રાશિમાં બેસે અને શુક્ર જો વૃષભ રાશિમાં હોય તો આ બંને ગ્રહો જ્યોતિષની ભાષામાં સ્વગૃહી થયા કહેવાય, પરંતુ જો આ બંને ગ્રહો અનુક્રમે મંગળ વૃષભ રાશિમાં બેસે અને શુક્ર જો મેષ રાશિમાં બેસે તો મંગળ શુક્રની રાશિમાં બેઠો કહેવાય અને શુક્ર મંગળની રાશિમાં ગયો તેમ કહેવાય. આ પ્રક્રિયાને મંગળ-શુક્રનું રાશિ પરિવર્તન થયું કહેવાય.

પ્રથમ દ્રષ્ટિએ મંગળ અને શુક્ર અસ્ત રાશિમાં હોઇ જ્યોતિષી તેને નબળા સમજી નકારાત્મક આગાહી કરે, પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ આ પરિવર્તન બહુ મોટો યોગ કહેવાય, કારણ કે જો આ યોગ તમારી કુંડળીમાં હોય તો તમે ગ્રહોની દ્રષ્ટિએ વિદેશગમન કરવા માટે સફળ પાત્ર છો.

અહીં નીચે જણાવેલી કુંડળી નં. ૧નું ધ્યાનથી નિરીક્ષણ કરો. આ જાતકનો જન્મ અમદાવાદમાં ૨ એપ્રિલ ૧૯૮૦ના રોજ બપોર ૧૨ વાગે થયેલો. મિથુન લગ્નની કુંડળીમાં ત્રીજે મંગળ રાહુ-શનિ-ગુરુ પાંચમે ચંદ્ર દસમે સૂર્ય અગિયારમે બુધ અને નવમે કેતુ બારમે શુક્ર બિરાજમાન છે.

અહીં જુઓ દસમે બેઠેલા મીન રાશિના સૂર્ય અને ત્રીજે બિરાજમાન સિંહ રાશિના ગુરુ વચ્ચે પરિવર્તન યોગ છે, કારણ કે સિંહ રાશિ સૂર્યની સ્વગૃહી રાશિ છે અને મીન એ ગુરુની સ્વગૃહી રાશિ છે. આમ સૂર્ય એ ગુરુની રાશિમાં અને ગુરુ સૂર્યની રાશિમાં હોઇ આ અજીબોગરીબ પરિવર્તન યોગના કારણે આ ભાઇ છેલ્લાં દસ વર્ષથી લંડનમાં સફળ ડોક્ટર છે અને સુખ ભોગવે છે.

અન્ય એક કુંડળી નં. ૨નું નિરીક્ષણ કરો. કર્ક લગ્નમાં આ ભાઇનો જન્મ અલ્લાહાબાદ ખાતે થયેલો. તેમની કર્ક લગ્નની કુંડળીમાં લગ્ને શનિ, બીજે મંગળ, પાંચમે સૂર્ય-બુધ, છઠે શુક્ર-રાહુ, સાતમે ચંદ્ર, અગિયારમે ગુરુ અને બારમે કેતુ છે. વર્ષોથી આ ભાઇ અમેરિકામાં સ્થિત છે. બહુ જ નામ અને દામ કમાયા છે, કારણ કે તેમની કુંડળીમાં ગુરુ અગિયારમે શુક્રની વૃષભ રાશિમાં અને શુક્ર છઠે ગુરુની ધન રાશિમાં બિરાજમાન છે. આમ ગુરુ અને શુક્ર વચ્ચે પરિવર્તન યોગના કારણે કાયમી વિદેશગમન કરી સુખી થવાના યોગનો લાભ તેમને મળ્યો છે.

આવતા અંકમાં અન્ય વિદેશ યોગની ચર્ચા કરીશું.

No comments:

Post a Comment