હથેળીમાં ભાવિ
જો શુક્રનો પર્વત બગડે તો માણસને વ્યભિચારી, દંભી અને રોગીષ્ટ બનાવે છે. આવા માણસો વિષયાંધ બનીને પોતાના શરીરની ખુવારી કરે છે. ઉપરાંત શરીરમાં ખોટા રોગો દાખલ કરીને ભવિષ્યની પોતાની સંતતિને પણ રોગના વારસદાર બનાવે છે. આ રેખાઓ પર પડેલાં ટપકાં કે કાળા ડાઘ જનેન્દ્રિયના રોગ બતાવે છે
અંગૂઠાની નીચેના છેડા પાસે હથેળીનો જે ઉપલો ભાગ છે તે શુક્ર પર્વત તરીકે ઓળખાય છે.
શુક્ર પર્વતના ગુણ પ્રેમ, દયા, ઉદારતા, મોટાઈ, સંગીત કલા, સારું ચારિત્ર્ય, મોજશોખ વગેરે છે. જ્યારે હૃદયહીનતા, સ્વાર્થ, કપટ, ખોટી બાબતો, અવળા માર્ગો તેના અવગુણ છે.
ખાસ કરીને બીજા પર્વતો કરતાં આ પર્વતનો ભાગ વિશાળ હોય છે. તેમજ વધુ પડતી રેખાઓ પણ આ પર્વત પર હોય છે.
શુક્રની અસર માનવજીવન ઉપર ૧૬થી ૩૦ વર્ષની વયમાં ગણી પ્રબળ હોય છે. જો શુક્રનો પર્વત બગડેલો હોય તો યુવાનો તેમજ યુવતીઆને ખરાબ માર્ગે લઈ જઈ તેમનું અધઃપતન કરાવે છે.
જો શુક્રનો પર્વત બહુ ઉઠાવદાર હોય તેમજ તેના પર જાળું કે આડી અવળી વધુ પડતી રેખાઓ હોય તો ખૂબ જ એશો-આરામથી, આળસુ તેમજ બેપરવાહ હોય છે અને જેના પર્વત પર ખરાબ રીતે જાળું પડેલું હોય તેવા માણસો તેમની વિષયલાલસા સંતોષવા માટે ગમે તે રસ્તે જાય છે. વ્યસની બનાવે છે. તેમજ દુષ્ટ સ્વભાવ, બડાઈખોર અને છળકપટથી લોકોને છેતરતા હોય છે. તેમના થોડા સ્વાર્થમાં બીજાનું બહુ નુકસાન કરવામાં પાછા પડતા નથી.
શુક્રનો પર્વત જો સમાન હોય તો આવા માણસો ઉમદા વિચારના, સૌંદર્ય અને સંગીતના પ્રેમી, દયાળુ, આનંદી સ્વભાવના અને તેમનો પ્રેમ પવિત્ર હોય છે. તે માટે શરત એટલી કે તેની સાથે ગુરુનો પર્વત સારો હોવો જોઈએ.
શુક્રનો પર્વત સ્નેહ અને સગાં-સંબંધીઓનો સૂચક છે. આ ભાગ પર પડતી આડી રેખાઓને કેટલાંક ભાઈબહેનની રેખા માને છે, તો કેટલાંક સંતાનરેખા માને છે.
શુક્રકંકણ તૂટક હોય અને શુક્ર ઉપર જાળું હોય તે મનુષ્ય વ્યભિચારી અને વ્યસની બને છે. જેટલી રેખાઓ જાડી અને લાંબી હોય તે ભાઈઓની અને બારીક નાની રેખાઓ બહેનોની સંખ્યા સૂચવે છે. તૂટેલી કે કપાતી બગડી ગયેલી રેખાઓ ભાઈ કે બહેનને ચિંતા સૂચવે છે.
જો શુક્રનો પર્વત બગડે તો માણસને વ્યભિચારી, દંભી અને રોગીષ્ટ બનાવે છે. આવા માણસો વિષયાંધ બનીને પોતાના શરીરની ખુવારી કરે છે. ઉપરાંત શરીરમાં ખોટા રોગો દાખલ કરીને ભવિષ્યની પોતાની સંતતિને પણ રોગના વારસદાર બનાવે છે.
આ રેખાઓ પર પડેલાં ટપકાં કે કાળા ડાઘ જનેન્દ્રિયના રોગ બતાવે છે. જો આ પર્વત પર ચોખ્ખો ચોરસ હોય તો આવા માણસો કોઈ પણ સ્ત્રીની જાળમાં ફસાય છે. પરંતુ તેમનો બચાવ થાય એટલે કે આબરૂ, પ્રતિષ્ઠા જતાં જતાં બચી જાય. જો આ ચોરસ ચોખ્ખો ન હોય અને તૂટક હોય તો જેલમાં જવું પડે છે. શુક્રના પર્વત પર જાળું હોય તો વ્યભિચારી તેમજ તે વ્યસનનાં લક્ષણ છે. પરંતુ જો ચોકડી આકારનું મોટું જાળું હોય તો આવા જાતકો છૂપા વ્યાભિચાર કરે છે. આવા માણસો સમાજમાં વધુ ડોળ કરતાં હોય છે.
શુક્રનો પર્વત ઉઠાવદાર હોય તેમજ સૂર્યનો પર્વત જો સારો હોય તો આવા જાતકોને નાટક કે ફિલ્મમાં સારી સફળતા મળે છે.
શુક્રના પર્વત ઉપરથી આડી ઊતરતી રેખાઓને અસરરેખા કે પ્રભાવરેખા કહે છે. જો શુક્રનો પર્વત મણીબંધ તરફ ઢળતો હોય તો કોઈ પણ વસ્તુનો નાશ કરવામાં પ્રવીણતા મેળવે છે.
No comments:
Post a Comment