Thursday, December 30, 2010

ગ્રહોની ચાલ અને તમારા હાલ

ગ્રહાગ્રહ

જ્યારે ગોચરના ગ્રહ પ્રતિકૂળ થવા લાગે છે ત્યારે સૌથી પહેલો પ્રભાવ આપણા સ્વભાવ, મન અને વાણી પર પાડે છે. આપણને આળસમાં ઘેરાવા લાગે છે, કારણ વગરનો અહંકાર અને અભિમાન આવી જાય છે

જીવન પર રાશિઓના ગ્રહોની દશા-મહાદશાનો સારો-ખરાબ પ્રભાવ પડે છે. આ સિવાય ગોચરમાં ગ્રહોની ચાલ બદલાવાથી અથવા જન્મકુંડળીમાં ઘર બદલાવાનો પ્રભાવ આપણી કુંડળી અને જીવન પર જોવા મળે છે.

ઘણી વાર કુંડળીના ગ્રહોની દશા સારી હોય છે. પરંતુ ગોચરના ગ્રહો પ્રતિકૂળ હોવાને કારણે સારા ફળ મળતાં નથી. ઘણી વાર તેનાથી ઊલટું ગ્રહદશા ખરાબ હોય તો પણ ગોચર લાભદાયક હોવાથી ખરાબ ફળ મળતા નથી, એટલે કે મૂળ કુંડળીની સાથે ગોચરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

ગોચર શબ્દ ઘણી વાર સાંભવ્યો હશે. પણ આ ગોચર ખરેખર છે શું? સરળ શબ્દોમાં કહીએ તો ગોચર એટલે કે ગ્રહોની રાશિઓમાં વર્તમાન સ્થિતિ. ગુરુ, શનિ અને રાહુ-કેતુ એવા ગ્રહ છે જે ક્રમશઃ ૧૩ માસ, ૩૦ માસ અને ૧૮ માસ એક રાશિમાં રહે છે. આ સિવાય અન્ય ગ્રહ લગભગ દોઢ માસ એક રાશિમાં રહે છે. જ્યારે ચંદ્ર અઢી દિવસ એક રાશિમાં રહે છે.

જ્યારે ગોચરના ગ્રહ પ્રતિકૂળ થવા લાગે છે ત્યારે સૌથી પહેલો પ્રભાવ આપણા સ્વભાવ, મન અને વાણી પર પાડે છે. આપણને આળસમાં ઘેરાવા લાગીએ છીએ, કારણ વગરનો અહંકાર અને અભિમાન આવી જાય છે. સહનશીલતાનો અંત આવી જાય છે.

ખૂબ જ જલદી ગુસ્સો આવી જાય છે. સકારાત્મકતા દૂર થવા લાગે છે અને તણાવથી ઘેરાઈ જાય છે. આ બધી બાબતોને લીધે બનતા કામ પણ બગડવા લાગે છે અને આપણે સમજીએ તે પહેલાં જ આપણે અધોગતિનાં બે પગથિયાં ઊતરી ગયા હોઈએ છીએ. આપણી તરક્કી કે વિકાસ રોકાઈ જાય છે અથવા પોતાના લોકો દૂર થવા લાગે છે.

આ સ્થિતિમાં શું કરવું?

જો તમે તમારા સ્વભાવમાં અનાયાસ પરિવર્તન જુઓ અથવા કોઈ તમેને એવું કહે તો તેને ગંભીરતાથી લેવું. સૌથી સારો ઉપાય છે ઓછું બોલવું અથવા માત્ર કામની જ વાત કરવી. આળસથી બચવું. સારું સાહિત્ય વાંચો. તમારા મુખ્ય ગ્રહને મજબૂત કરો અને તમારા ઈષ્ટનું દરરોજ સ્મરણ કરો.

સત્સંગમાં બેસો અથવા ગુરુની શરણમાં જાઓ. શનિ-રાહુની વસ્તુઓનું દાન કરો. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ લઈને તેઓ કહે તેમ કરવું. માત્ર પોતાના પર વિશ્વાસ રાખો પરંતુ અતિવિશ્વાસ ન રાખો. મીઠી અને તીખી વસ્તુઓનો ભોજનમાંથી ત્યાગ કરો.

No comments:

Post a Comment