નુસખા
કેટલાંક કર્મ કે ઇચ્છાઓ એવી હોય છે કે જે ધાર્યું પરિણામ આપતી નથી. તે લાખ પ્રયત્નો કરવા છતાં અશુભ ફળ આપે છે. આવા સમયે જો અહીં આપેલા કેટલાક નુસખા કે પ્રયોગ કરવામાં આવે તો કાર્યમાંનું અશુભત્વ દૂર થાય છે અને સમસ્યાઓમાંથી બહાર નીકળીને ઇચ્છિત લાભની પ્રાપ્તિ થાય છે.
સૂર્યના અશુભ ફળને દૂર કરવા
સુદ પક્ષના પ્રથમ રવિવારે ધૂપ-દીપ-નૈવેદ્ય ચઢાવીને હાથમાં નાડાછળી છ વખત લપેટીને બંધાવવી. પછી સૂર્યદેવતાને પ્રણામ કરીને જળમાં કેસર, ગુલાબજળનાં કેટલાંક ટીપાં નાખીને તાંબાના લોટામાંથી જળ સૂર્યદેવતાને અર્ઘ્યરૂપે અર્પણ કરવું.
ધનપ્રાપ્તિ માટે
મહાલક્ષ્મીજીના ચિત્રની આગળ ઘીનો દીવો બે લવિંગની દાળ નાખીને પ્રગટાવવો. નૈવેદ્યમાં ખીર અથવા હલવો ધરાવવો. પછી તુલસીના છોડને આ જળ અર્પણ કરવું. આ ક્રિયા શુક્રવારના દિવસથી પ્રારંભવી.
અચાનક ધન લાભ મેળવવા
લક્ષ્મી માતાના મંદિરમાં શુક્રવારે સુગંધિત ધૂપ અને ગુલાબની અગરબત્તી દાન કરવી જોઈએ. ‘ઓમ નમો મહાલક્ષ્મૈ નમઃ’ મંત્રનો જપ કરતાં કરતાં મૂર્તિની આગળ ધૂપ અને અગરબત્તી મૂકવાં. તે વખતે કરનારને કોઈ ટોકે નહિ તે વાતનું ખાસ ધ્યાન રાખવું. જો અચાનક ધનના લાભની સ્થિતિઓ બની રહી હોય છતાં ધનની પ્રાપ્તિ ન થતી હોય ત્યારે ગોપીચંદનની નવ ડાળીઓ લઈને કેળના વૃક્ષ પર લટકાવી દેવી જોઈએ. તેને ચંદન અને હળદરના રંગેલા પીળા ઘરેણાં બાંધીને શુક્રવારે સૂર્યાસ્ત પહેલાં તેને કોઈ પણ સમયે લટકાવવી.
ધનહાનિ થાય ત્યારે
જો વારંવાર ધનહાનિ અને ચોરી વગેરે જેવી ઘટનાઓ ઘટી રહી હોય ત્યારે બે માટીનાં કોડિયાં લાલ વસ્ત્રમાં બાંધીને શુક્રવારે તિજોરીમાં મૂકવાં.
નવાં કપડાં પહેરતી વખતે
નવાં કપડાં સીવડાવીને તરત જ પહેરવા જોઈએ નહીં. શુક્લ પક્ષની બીજના દિવસે નવાં સીવડાવેલા વસ્ત્ર પહેરવાથી મનુષ્ય દીર્ઘાયુ અને નિરોગી બને છે. જો બીજના દિવસે મંગળવાર કે શુક્રવાર હોય તો તે અતિ શુભ મનાય છે. સ્ત્રીઓને ઉત્તમ પતિસુખ અને ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. નવાં વસ્ત્રો પહેર્યાં પછી શક્ય હોય તો પરિવારના સભ્યોને મીઠાઈ ખવડાવવી.
આર્થિક તંગીમાંથી બહાર નીકળવા
મહોલ્લાના કૂતરાઓને બિસ્કીટ, રોટલી વગેરે ખાવા આપવા. દર શનિવારે એક મુઠ્ઠી ભરીને બદામ લઈ કોઈ મંદિરમાં ચઢાવવી. તડકામાં જ્યારે બહાર જવાનું થાય ત્યારે માથે ટોપી ધારણ કરવી. મહિલાઓએ સફેદ ઓઢણીથી માથું ઢાંકીને પછી બહાર જવું. આણ કરવાથી આર્થિક તંગીમાંથી ધીરે ધીરે બહાર નીકળી શકાશે.
ઋણમાંથી મુક્તિને મેળવવા
ગળ્યું દૂધ વટ વૃક્ષના મૂળમાં ચઢાવવું. આ ક્રિયા શનિવારથી શરૂ કરવી. ચારસો ગ્રામ ખાંડને દર મંગળવારે કોઈ મંદિરમાં ચઢાવવી. દસ અંધ પુરુષોને ગુલાબજાંબુ અથવા ચોકલેટ ખવડાવવી. આમ કરવાથી ધીરે ધીરે ઋણમાંથી મુક્તિ મળશે.
ઘરની સમસ્યાના ઉકેલ માટે
મહીનામાં એક વખત આઠ કિલો લાલ ગાજર કોઈ પણ મંદિરમાં જઈને ચઢાવવા. કોઈ વિવાહ કે સમારોહમાં જો શુક્રવારનો દિવસ હોય તો જવું નહીં. કાળા રંગના નવા કપડાં અને ચામડા કે લોઢાનો સામાન શનિવારે ખરીદવો નહીં.
હવાઈ મુસાફરી યોગ્ય બનાવવા
વિમાનમાં મુસાફરી કરનારામાંથી કેટલાક લોકોને ખૂબ જ ડર લાગે છે અને ચિંતા સતાવ્યા કરે છે. આવા સમયે વિમાની મુસાફરીને સુખમય અને આનંદિત બનાવવા માટે મુસાફરી કરવાના એક દિવસ પહેલાં સવારે સ્નાનાદિમાંથી પરવારી ‘પવનસુત હનુમાન’ આ મંત્રનો રુદ્રાક્ષની માળાથી જપ કરવો. હનુમાનજીની મૂર્તિના શરીર પરનું સિંદૂર લાવીને કાગળમાં તે બાંધી દેવું. આ પડીકાને ધૂપ-દીપ આપી યાત્રાના દિવસે તેને ખિસ્સામાં મૂકવું. કબૂતર, ચકલી, પોપટ તથા અન્ય પક્ષીઓને અનાજ ખવડાવવું. આમ કરવાથી હવાઈ મુસાફરી સફળ અને સુખમય બને છે.
રક્તચાપ સામે રક્ષણ મેળવવા
પ્રાતઃકાળે નિયમપૂર્વક ૨૧ વખત ‘ઓમ મંગલ ગ્રહ દેવાય નમઃ’ મંત્રનો જપ કરવો. જ્યાં સુધી આ મંત્રનો જપ કરવામાં આવે ત્યાં સુધી સેવન ઓછું કરવું. આમ કરવાથી શીઘ્ર લાભ અનુભવાશે. આ પ્રયોગ સુદ પક્ષથી શરૂ કરવો.
No comments:
Post a Comment