*
જ્યોતિષના અનેક પ્રકાર છે જેમાં હસ્તજ્યોતિષ, અંગજ્યોતિષ, તલ જ્યોતિષ, સ્વપ્ન જ્યોતિષ વગેરે મુખ્ય છે. અંગોનું ફરકવું પણ જ્યોતિષ અનુસાર શુભ અને અશુભ સંકેત આપે છે. ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓ દર્શાવે છે. કેટલાક અંગો જેવા કે હોઠ. કપાળ, આંખો વગેરે શુભ અંગ માનવામાં આવે છે. તેમનું ફરકવું શુભ નિશાની ગણવામાં આવે છે. તો જાણીએ કયા અંગ ફરકવાથી શું ફળ મળે છે.
- જો ડાબા પગની પહેલી આંગળી ફરકે તો લાભ મળે છે. તે એક સારું શુકન માનવામાં આવે છે.
- જમણા પગની પહેલી આંગળી ફરકે તો શુભ સંકેત મળે છે.
- પગની પીંડીઓ ફરકે તો તમને તમારા દુશ્મન તરફથી મુશ્કેલી મળવાનો સંકેત છે.
- જમણું ઘુંટણ ફરકે તો અશુભ માનવામાં આવે છે.
- ડાબુ ઘુંટણ ફરકે તો શુભ સંકેત માનવામાં આવે છે.
- ડાબી જાંઘ ફરકે તો સારો સંકેત મળે છે. એ દોસ્ત પાસેથી મદદ મળવાના સંકેત આપે છે.
- જમણા હાથનો અંગુઠો ફરકે તો અશુભ માનવામાં આવે છે.
- બંને ભ્રમર ફરકે તો મધ્ય ભાગ ફરકે તો સુખ પ્રાપ્ત થાય છે.
- મસ્તક ફરકે તો ભૂમિને લાભ મળવાનો સંકેત માનવામાં આવે છે.
- જો આંખોની પાસે કોઈ ભાગ ફરકે તો પ્રિય વ્યક્તિની મળવાનો સંકેત છે.
- આંખનો ખૂણો ફરકે તો ધન પ્રાપ્તિના સંકેત છે.
- જો કપાળ ફરકે તો શુભ સંકેત માનવામાં આવે છે.
- હોઠ ફરકે તો કોઈ પ્રિય વસ્તુ મળવાનો સંકેત છે.
No comments:
Post a Comment