Previous Articles
* હસ્તરેખા અને તલ
કહેવાય છે કે જ્યોતિષ લોકોના ચહેરાને જોઈને ભવિષ્ય દર્શાવે છે. જ્યોતિષમાં રંગ, રુપ અને નાક નક્શા વગેરે ખૂબ મહત્વ રાખે છે. જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો કોઈને કોઈ રુપમાં વ્યક્તિનું ચરિત્ર્ય દેખાય છે. શરીર લક્ષણ વિજ્ઞાનીઓ અનુસાર ફોરહેડ કે લલાટ પર દેખાતી રેખાઓ જોઈને કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ જાણી શકાય છે.
લલાટ પર તેમની સ્થિતી અનુસાર તેમને ક્રમશ શનિ, ગુરુ, મંગળ, બુધ, શુક્ર તથા સૂર્ય અને ચંદ્ર રેખા વગેરે નામથી જાણવામાં આવે છે. આ રેખાઓના આધારે કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે.
શનિ રેખા- તે લલાટની સૌથી ઉપર હોય છે. શનિ રેખા ધરાવનારા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. એવા લોકોનો સ્વભાવ રહસ્યમય હોય છે. તે લોકો ઓછું બોલવાનું પસંદ કરે છે. મોટા ભાગે તેઓ પ્રખ્યાત જ્યોતિષ કે તાંત્રિક હોઈ શકે છે.
બૃહસ્પતિ રેખા- શનિ રેખાની નીચે ગુરુ રેખા હોય છે. જો લલાટ પર મોટી અને સ્પષ્ટ ગુરુ રેખા હોય તો જાતક આત્મવિશ્વાસુ, સાહસી, અધ્યયનશીલ અને મહત્વકાંક્ષી હોય છે.
મંગળ રેખા- જો સપાટ લલાટ પર મંગળ રેખા હોય તો એવા લોકો ખૂબ જિંદાદિલ અને સાહસી હોય છે. ખૂબ સ્વાભિમાની હોય છે. તેમને ગુસ્સો ખૂબ જલ્દી આવે છે.
બુધ રેખા- જે રેખા જે વ્યક્તિના કપાળ પર હોય તે તેજ દિમાગવાળો હોઈ શકે છે. સમજી વિચારીને કાર્ય કરનારો હોય છે. સૂક્ષ્મ નિરીક્ષણ કરનારો હોય છે.
શુક્ર રેખા- આ રેખા બુધ રેખાની નીચે હોય છે. આ રેખા પુષ્ટ હોય છે જાતકને સ્ફૂ્ર્તિવાન, આશાવાદી, ઉત્સાહી અને સ્વતંત્ર બનાવે છે.
સૂર્ય રેખા- આ રેખા જે વ્યક્તિના લલાટ પર જોવા મળે તે ગણિતજ્ઞ, યાંત્રિક સંપાદક, શાસક કે નેતા બની શકે છે.
ચંદ્ર રેખા- જમણા નેત્રની ભ્રમર ઉપર દેખાતી આ રેખા ઉન્નત હોય છે તે જાતક કલાપ્રેમી, વિકસિત બુદ્ધિ શક્તિ ધરાવનારો , સંવેદનશીલ અને ધર્મ કર્મમમાં વિશ્વાસ ધરાવનારો હોય છે.
No comments:
Post a Comment