Monday, November 22, 2010

જો કુંડળીમાં પિતૃદોષ હોય તો... - what to do for pitrudosh in Kundali? - religion.divyabhaskar.co.in

Previous Articles

* જન્મકુંડળી દર્શાવશે બીમારી
* શું આપની કુંડળીમાં છે આવો ધનયોગ?


પિતૃદોષ હોવાનું સૌથી મોટું કારણ એ છે કે ઘરમાં કોઈની કસમયે મોત, પરિવારમાં કોઈ ધાર્મિક કાર્ય ન કરવું અને પિતૃઓને ન માનવું વગેરે હોય છે..

હિંદુ શાસ્ત્રોમાં દેવ પૂજનથી પૂર્વે પિતૃઓની પૂજા વિશે કહેવામાં આવ્યું છે. દેવ કાર્યોથી વધારે પિતૃકાર્યોને મહત્વ આપવામાં આવ્યું છે. આ માટે દેવોને પ્રસન્ન કરતા પહેલા પિતૃઓને તૃપ્ત કરવા જોઈએ. જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો નીચે લખેલા કેટલાક ઉપાયો અપનાવીને તમે પિતૃદોષને શાંત કરી શકો છો.

- પીપળાનું નિયમિત સ્વરુપે પૂજન કરવું.

- દરેક અમાસના દિવસે ખીરનો ભોગ ચડાવવો. ભોગ ચઢાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે તે દક્ષિણ દિશામાં હોય છે.

- દૂધથી બનેલી વસ્તુઓનું સૌથી વધારે દાન આપવું.

- સૂર્યને અર્ધ્ય માનીને તેની પૂજા કરવી.

- ગરીબો તથા પિતૃ્ઓને ભોજનનું દાન કરવું.

- સફેદ વસ્ત્રોનું દાન કરવું.

No comments:

Post a Comment