અત્યારના સમય મુજબ દરેક વ્યક્તિના ગ્રહો ખૂબ જ ભાગ ભજવે છે. નોકરી માટે વ્યક્તિની જન્મકુંડળીમાં ૩, ૬, ૧૦, ૧૧ સ્થાનનો વિચાર ખાસ કરવો પડે છે તથા તેમાં રહેલા ગ્રહો તથા તેમાં રહેલ રાશિ, રાશિધિપતિ વગેરેના ઉપરથી જાણી શકાય છે.
(૧) અહીં ત્રીજું સ્થાન જેને આપણે પરાક્રમ સ્થાન કહીએ છીએ તેના ઉપરથી નોકરી કે ધંધો છે? કાયમી છે કે અધૂરો છે? કયા સમયે કેટલો સમય સુધી છે? તે જાણી શકાય છે. તેમજ ત્રીજા સ્થાનનો માલિક ૬, ૮, ૧૨માં હોય તથા શનિ, બુધ કે સૂર્ય સ્વામી હોય ત્યારે જન્મકુંડળીના સિદ્ધાંત મુજબ નોકરી જ મેળવે છે તથા તેવી વ્યક્તિ કાયમી નોકરી કરે તે વધુ ઉત્તમ દર્શાવે છે.
(૨) છઠ્ઠા સ્થાન પરથી પણ નોકરીનો ખ્યાલ આવે છે. જેમાં આ સ્થાનના માલિક ૨, ૩, ૯, ૧૦મે હોય ત્યારે પણ નોકરીના જ યોગ બને છે. સૂર્ય, ચંદ્ર કે શુક્ર છઠ્ઠાનો માલિક કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય ત્યારે પણ નોકરી જ મળે છે.
(૩) દસમા સ્થાન અને અગિયારમા સ્થાન ઉપરથી પણ સૂર્ય-શનિ-બુધ-ચંદ્ર વગેરે હોય તથા તેના માલિક ૬, ૮, ૧૨માં પડેલ હોય ત્યારે પણ નોકરીના જ યોગ મળે છે.
ઉપરના યોગ નોકરી માટેના છે. જેમાં નોકરી માટેનાં સ્થાન ૩, ૬, ૮, ૧૦, ૧૧ છે તથા તેમાં શુભગ્રહો હોય અથવા તો ૩, ૬, ૧૦ના માલિક આ જ સ્થાનમાં હોય અથવા તો નોકરી માટેના ગ્રહો સૂર્ય, ચંદ્ર, બુધ કે શનિ આ સ્થાનમાં હોય તેવા સમયે નોકરીથી જ લાભ જણાય છે તથા જન્મકુંડળીમાં ખાસ સિંહ લગ્ન, તુલા લગ્ન, કન્યા લગ્ન, કર્ક લગ્ન, મકર લગ્ન વગેરે જેવા લગ્નવાળી કુંડળી અમુક સમયે શરૂમાં નોકરીથી જ ફાયદો મળે છે. જેમાં ધંધો (વેપાર)માં ખોટ પણ આવતી હોય છે.
વેપાર માટે ખાસ કરીને ૨, ૭, ૧૦ સ્થાન જોવા જરૂરી છે તથા વેપારમાં આગળ લઇ જનાર ગ્રહો જેવા કે શુક્ર, મંગળ, રાહુ, બુધ, ગુરુ વગેરે ગ્રહોનું પરિવર્તન શુભ દશા વગેરેમાં પણ વેપારથી જ ભાગ્યોદય થતો હોય છે. વેપાર માટે મિથુન, મીન, મેષ, કન્યા, ધન વગેરે રાશિ કે લગ્નવાળા વ્યક્તિઓને વેપારથી ફાયદો આપે છે.
જેમાં અગ્નિતત્વની રાશિઓ આવેલ હોય તેવી રાશિની કુંડળીને ફાયદો વેપારથી વધુ થાય છે. જેમાં કર્ક, તુલા વગેરે રાશિવાળા વ્યક્તિ કે લગ્ન રાશિવાળા વ્યક્તિઓને મોટે ભાગે નોકરી જ ફાયદો આપે છે. જેમાં બીજા, સાતમા અને દસમા સ્થાનમાં પણ શુક્ર, મંગળ, બુધ, ગુરુ, રાહુ જેવા ગ્રહો શુભ થઇને બેઠા હોય તથા પરિવર્તન યોગ હોય ત્યારે આમ વેપારી યોગ બને છે. અહીં આપને એ પણ માહિતી આપી દઇએ કે ક્યા ગ્રહો વેપારને અને ક્યા ગ્રહો નોકરી માટે છે તેની માહિતી, લાક્ષણિકતા દર્શાવેલ છે.
- સૂર્ય : આત્માનો કારક ગ્રહ છે. જેથી સરકારી નોકરી પણ મળે અને તે ઉચ્ચ અધિકારીની પદવી આપે છે. કમિશનર, મોટા વૈજ્ઞાનિક, ન્યાયાધીશ વગેરે પ્રકારની પદવી આપે છે.
- ચંદ્ર : મનનો કારક છે. જેનાથી કોમ્પ્યૂટર જ્ઞાન, એજ્યુકેશનને લગતી વસ્તુ વગેરે તથા નોકરીમાં તેનું ધ્યાન વધુ છે છતાંય દરેક સફેદ વસ્તુ પર વાસ છે.
- મંગળ : ખાણીપીણી, જમીનજાયદાદ, કેમિકલ, ખનીજતેલ, લોખંડ વગેરેના વેપાર માટેનો કારક ગ્રહ છે. તેનાથી વેપારીજ્ઞાન અને ચપળતા બક્ષે છે.
- બુધ : આ રાશિવાળી વ્યક્તિઓમાં શરૂમાં નોકરી હોય છે. અમુક વય બાદ પર્સનલ વેપારમાં આગળ આવે. જેમાં ટીચિંગ, એકાઉન્ટ, વકીલાત, શેરબજાર, બેંકિંગમાં બુધ આધિપત્ય છે. જેનાથી નોકરી અને સાઇડ વેપારમાં સાથ આપે છે.
- ગુરુ : ગુરુપ્રધાન વ્યક્તિઓ પણ પોતાના વેપારમાં જ આગળ વધે છે. કાપડ, જ્ઞાન, આધ્યાત્મિક ક્ષેત્ર, જ્યોતિષક્ષેત્ર, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વગેરે ઉપર ગુરુનું આધિપત્ય છે.
- શુક્ર : શુક્રપ્રધાન વ્યક્તિઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ પણ ફિલ્મ, વીડિયોગ્રાફી, કાપડ, રમતગમત, થિયેટર તેમજ ખાણીપીણીની વસ્તુમાં શુક્રપ્રધાન વ્યક્તિઓ વેપાર કરે છે.
- શનિ : શનિપ્રધાન વ્યક્તિઓ લાંબા સમય સુધી પ્રાઇવેટ નોકરી કરાવે છે. જેમાં લોખંડ, ઈલેક્ટ્રિસિટી, ટેક્નિકલવર્ક, કેમિકલ, સિમેન્ટ, કન્સ્ટ્રકશનને લગતા સિવિલ એન્જિનિયરિંગનાં કાર્યોમાં હક દર્શાવે છે. આથી તે ગ્રહ નોકરીપ્રધાન છે.
- રાહુ-કેતુ : રાહુ અને કેતુ જેવા ગ્રહો જો કુંડળીમાં મિથુન-ધનનો થઇને ઉચ્ચનો હોય તો તેનાથી બે નંબરનાં કાર્યો, વ્યસનવાળા બજારો, શેરબજાર વગેરે, એજન્ટ, દલાલી જેવાં કાર્યોમાં રાહુ-કેતુ કાળાબજારમાં આગળ લાવનાર સાબિત થાય છે.
આમ આપની કુંડળી ઉપરથી સચોટ તારણ મળી શકે છે કે વ્યક્તિને કયો-કેવો વેપાર કે નોકરી કરવી તેનું જ્ઞાન મળે છે.
No comments:
Post a Comment