જિંદગીમાં રોટી, કપડા અને મકાનની આવશ્યકતા દરેક વ્યક્તિને છે. પહેરવા માટે વસ્ત્ર અને રહેવા માટે એક ઘર ખૂબ મહત્વના માનવામાં આવે છે. રોટલો અને કપડાં તો અમીર જ નહીં ગરીબ પણ ગમે તેમ કરીને સગવડ કરી લે છે. પરંતુ આજે દરેક વ્યક્તિને ઘરની ચિંતા સતાવી રહી છે.
ભૌતિક સુખની ઈચ્છામાં દરેક વ્યક્તિ ફક્ત મકાન જ નહીં સાથે જમીન અને મિલકતની પણ ઈચ્છા રાખી રહ્યો છે. આ રીતે ઘરના સ્વપ્ન પૂરા કરવા માટે અને સંપત્તિ બનાવવા માટે કે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરે છે.
ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. ક્યારેક ઘરની જમીન પર કોઈ ને કોઈ પ્રશ્નો ઉભા થાય છે. જેના લીધે વ્યક્તિ ઘર માટે સક્ષમ હોવા છતા પણ ઘરથી વંચિત રહી જાય છે.
ધર્મ શાસ્ત્રોમાં માનવની આવાસ સમસ્યા દૂર કરવા અને ગૃહસુખો માટે વિશેષ દેવ ઉપાસના દર્શાવવામાં આવી છે. તેમાં ભગવાન વિષ્ણુના વરાહ અવતારની ઉપાસનાનું ખાસ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓમાં ભગવાન વરાહે દૈત્ય હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીની રક્ષા કરી હતી. પૃથ્વીના રક્ષક દેવ હોવાનું કારણ એ માનવામાં આવે છે કે તેમણે જમીન-જાયદાદની સમસ્યા દૂર કરવાની સાથે ઘરની કામના પૂર્તિ વિશેષ કૃપા વરસાવી છે.
ભૂમિ કે ભવનની ઈચ્છાપૂર્તિ માટે ભગવાન વરાહની પૂજા કોઈ મંગળવાર કે વરાહ જયંતીના દિવસે કરવી. તે ખૂબ ફળદાયી અને શુભ માનવામાં આવે છે. આ ઉપાસનામાં ભગવાન વરાહના વિશેષ મંત્રજાપનું મહત્વ છે. જાણીએ તે ઉપાસનાની સરલ વિધી-
- મંગળવાર કે વરાહ જયંતીના દિવસે સવારે સ્નાન કરવું.
ભૂમ
- દેવાલયમાં હાથમાં પાણી લઈને ભગવાન વરાહની ઉપાસનાનો સંકલ્પ કરવો. આ સંકલ્પમાં પોતાનું નામ, પોતાના માતા-પિતાનું નામ, ગોત્ર અને મનોકામનાનું ઉચ્ચારણ કરવું. જાણકારી ન હોય તો પૂજા કોઈ વિદ્વાન બ્રાહ્ણમણ પાસે કરાવવી.
- મંદિરમાં વરાહદેવની પ્રતિમા( ન હોય તો ભગવાન વિષ્ણુની પૂજા) ની ષોડશોપચાર પૂજા કરવી. જેમાં આવાહન, આસન, પંચામૃત સ્નાન, ગંધ, અક્ષત, ફૂલ, ધૂપ, દીપ, આરતી, ક્ષમા ,પ્રાર્થના વગેરે સોળ રીતે દેવ ઉપાસના કરવાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
- પૂજા બાદ વિશેષ વરાહ મંત્રની મગ માળા કે લાલ ચંદનથી જાપ કરવા.
ऊँ नमो भगवते वाराहरूपाय भूभुर्व: स्व: स्यात्पते भूतित्वं देह्येतद्दापय स्वाहा।।
- આ મંત્રના સવા લાખ જાપ કરવા. તમારી શક્તિ પ્રમાણે 9, 27 કે 45 દિવસ સુધી મંત્રનો જાપ કરવા. જાપ બાદ હવન, બ્રહ્મભોજનું વિશેષ મહત્વ છે. જો સંભવ ન હોય તો 1 માલા નિયમિત જાપની પણ કરી શકાય છે. ધાર્મિક નજરીયાથી જોઈએ તો ભગવાન વરાહની પૂજા અને મંત્ર જાપ સુનિશ્ચિત સ્વરુપે ભૂમિ- ભવનનું સુખ આપે છે.
No comments:
Post a Comment