જે રીતે દરેક વ્યક્તિના હાથની રેખાઓ બીજા વ્યક્તિના હાથની રેખાઓથી અલગ હોય છે. એ જ રીતે દરેક લોકોના અંગૂઠાનો આકાર અને બનાવટ પણ અલગ અલગ હોય છે. કોઈના પણ અંગૂઠાનો તેના વ્યક્તિત્વ પર ખૂબ ખોટો પ્રભાવ પાડે છે. જો તમે પણ તમારો કે કોઈ બીજાનો સ્વભાવ જાણવા ઈચ્છો છો તો જરા અંગૂઠાને ધ્યાનથી જુઓ.
સીધો અંગૂઠો- સીધો અંગૂઠો મજબૂતીનું પ્રતીત છે. એવા લોકો પરિશ્રમી હોય છે. મહેનતને જ પોતાના ભગવાન માને છે. જેનો અંગૂઠો એવો હોય છે તેનાથી અંતર રાખવું જોઈએ. તેઓ નાની નાની વાતો પર ગુસ્સામાં આવી જાય છે. પરંતુ થોડી જ ક્ષણોમાં શાંત પણ થઈ જાય છે.
લાંબો અંગૂઠો- લાંબો અંગૂઠો ધરાવનારા લોકો મગજ ધરાવનારા હોય છે. તે લોકો પોતાની ઓળખ જાતે બનાવે છે. લાંબો અંગૂઠો એ પણ દર્શાવે છે કે કોઈ વ્યક્તિ પોતાના પર ભરોસો રાખે. જેનો અંગૂઠો લાંબો હોય છે તેઓ પોતાની આસપાસના લોકો પર પોતાનો પ્રભાવ બનાવીને રાખે છે. તેઓ દરેક વસ્તુમાં પોતાનો ફાયદો જ ગણતા હોય છે. તેઓ નુક્સાન જોઈને કામ કરે છે. એક શબ્દમાં કહીએ તો બિઝનેસમાં તેઓ ખૂબ પાવરધા હોય છે.
કઠણ અંગૂઠો- અંગૂઠો જો કઠણ હોય તો વ્યક્તિ ખૂબ સમજદાર અને સતર્ક હોય છે. તે જે પણ નક્કી કરે તે સાબિત કરીને બતાવે છે. એટલે કહી શકીએ કે તે વ્યક્તિ જિદ્દી હોય છે. તે વ્યક્તિ પોતાના વ્યવહારમાં ભાવુકતા લાવવાની ઈચ્છા રાખે છે પરંતુ એમ કરી નથી શકતો. તે પોતાના હિત સાધનાને સારી રીતે સમજીને કોઈ નિર્ણય લે છે. ભાવુકતાને મસ્તિષ્ક પર હાવી નથી થવા દેતો. નાનો અંગૂઠો- જો અંગૂઠો નાનો હોય તો તમે કહી શકો છો કે વ્યક્તિ ભાવુક હોય છે. એવા લોકો દિલથી વિચારતા હોય છે. તેમની લાગણીઓ તેમની કમજોરી હોય છે. તેઓ બીજાની વાતમાં જલ્દી આવી જાય છે. તેમના આત્મવિશ્વાસમાં થોડી કમી હોય છે. તે લોકો સંગીત, ચિત્રકલા, લેખન, કવિતા અને બીજા કલાત્મક વિષયો પ્રતિ લગાવ રાખે છે.
કોમળ અને મુલાયમ અંગૂઠો- કોમળ અને મુલાયમ અંગૂઠો ધરાવનાર વ્યક્તિ દરેક પરિસ્થિતીમાં સૌથી સારો તાલમેલ સાધી શકે છે. એવા લોકો મિલનસાર હોય છે. તે લોકો દરેક પરિસ્થતીમાં ખુશ રહેવાની કોશિષ કરે છે. એવા લોકો ધન જમા કરવાની ઈચ્છા રાખે છે. તેઓ જાણે છે તે પૈસા બચાવી પણ શકાય છે.
આદર્શ અંગૂઠો- જે વ્યક્તિનો અંગૂઠો એવો હોય તેમના વિશે કહી શકાય કે તેઓ શાંત પ્રકૃતિના હોય છે. કોઈ પણ સ્થિતીમાં પોતાના પર નિયંત્રણ રાખનાર હોય છે અને જલ્દી ક્રોધ અને આવેશમાં નથી આવી શકતા. સામાન્ય રીતે જેમનો અંગૂઠો એવો હોય છે તેઓ કલાપ્રેમી હોય છે.
ઠીલો અંગૂઠો- આ પ્રકારનો અંગૂઠો ધરાવનાર વ્યક્તિ નિરાશાથી ભરેલો હોય છે. પોતાની જાતથી પરેશાન હોય છે અને દુખી રહે છે. સાથે જ તે ખૂબ આળસુ હોય છે. તે અસામાજિક તત્વો સાથે નિકટતાથી કામ કરે છે. તે મહિલાઓની તરફ ખૂબ આકર્ષાય છે.
No comments:
Post a Comment