Monday, November 29, 2010

કયા ભગવાનની કેટલી પરિક્રમા કરવામાં આવે છે?

ભગવાનની ભક્તિમાં એક મહત્વપૂર્ણ ક્રિયા છે પ્રતિમાની પિરક્રમા. સામાન્ય રીતે દરેક દેવી - દેવતાઓની એક જ પરિક્રમા કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર અલગ અલગ દેવી દેવતાઓ માટે પરિક્રમાની અલગ અલગ સંખ્યા નિર્ધારીત કરવામાં આવે છે..


ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આરતી અને પૂજા અર્ચના બાદ ભગવાનની મૂર્તિની આસપાસ સકારાત્મક ઉર્જા એકત્રિત થાય છે, આ ઉર્જાને ગ્રહણ કરવા માટે તેની પરિક્રમા કરવી ખૂબ જરુરી છે. પંડિત શર્માના કહ્યા અનુસાર દેવી દેવતાઓની પરિક્રમાની અલગ અલગ સંખ્યા નક્કી કરવામાં આવે છે.


- શિવજીની અડધી પરિક્રમા કરવામાં આવે છે.
- દેવી માંની 3 પરિક્રમા કરવામાં આવે છે.
- ભગવાન વિષ્ણુ અને તેના દરેક અવતારોની ચાર પરિક્રમા કરવામાં આવે છે..
- શ્રીગણેશ અને હનુમાનજીની 3 પરિક્રમા કરવામાં આવે છે.

પરિક્રમાના વિશેના નિયમો-

પંડિત શર્મા અનુસાર પરિક્રમા શરુ કરતા પહેલા કે વચ્ચે ક્યારેય રોકાવું ન જોઈએ. સાથે જ પરિક્રમા ત્યાં જ પૂર્ણ કરવી જ્યાંથી તે શરુ કરવામાં આવી હોય. ધ્યાન રાખવું કે પરિક્રમા વચ્ચે રોકવાથી તે પૂર્ણ માનવામાં નથી આવતી. પરિક્રમા દરમ્યાન કોઈ પણ વાતચીત ન કરવી. જે દેવતાની પરિક્રમા કરવામાં આવે છે તેમના વિશે ખૂબ ભક્તિથી ધ્યાન આપવું.
આ પ્રકારની પરિક્રમા કરવાથી સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે.

No comments:

Post a Comment