Monday, November 29, 2010

આંકડાઓની માયાજાળ, દુર્ઘટનાનો યોગ પણ જાણી શકાશે! - Numerology - religion.divyabhaskar.co.in

અંક શાસ્ત્ર અનુસાર જીવનમાં ઘટનારી ઘટનાઓને અંકના સ્વભાવ પ્રમાણે વિભાજિત કરવામાં આવ્યા છે.સામાન્ય માણસના જીવનમાં અંકોના પ્રભાવથી જ દુર્ઘટનાઓના યોગ બને છે. જો તમે તમારા શત્રુ અંકથી બનનારા યોગથી સાવધાન રહો અને એ અંકનો જીવનમાં ઓછામાં ઓછો ઉપયોગ કરો તો ભવિષ્યમાં બનનારી ઘટનાઓથી બચી શકાય. કયા અંકથી કેવી દુર્ઘટના થાય છે?


ભૂ-દુર્ઘટના-
જેમાં સડક અને રેલ દુર્ઘટના, પગથીયા પરથી પડવું અને ભૂકંપ વગેરેનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાનો કારક અંક 5 છે અને સ્વામી બુધ. તેથી 3,9,8 ભાગ્યાંક વાળા અંક 5 થી સાવધાન રહે. જે મોટેભાગે આવી ઘટનાઓથી પ્રભાવિત રહે છે.
જળ દુર્ઘટના-
જેમાં પાણીમાં ડૂબવું,વરસાદમાં વધુ પલળવાથી ન્યૂમોનિયા થવો,ડાયરીયા અને પાણીથી થનારી બધી બિમારીઓનો સમાવેશ થાય છે.આ દુર્ઘટનાઓનો કારક અંક 2 અને 6 છે. તેથી 3,4,5,7 ભાગ્યાંક વાળી વ્યકતિઓએ અંક 2 અને 6 થી સાવધાન રહેવું.
અગ્નિ દુર્ઘટના-
આ દુર્ઘટનાના કારક અંક 1 અને 9 છે. આ અંકોના સ્વામી ક્રમશઃ સૂર્ય અને મંગળ છે. આગથી સળગીને મરવું, તેજ ગરમીથી મરવું, લૂ લાગવી વગેરે જેવી અગ્નિ કારક દુર્ઘટનાઓથી બચવા માટે 4,6,7,8 ભાગ્યાંક વાળા વ્યકતિઓએ અંક 1 અને 9 થી સાવધાન રહેવું.
વાયુ દુર્ઘટના-
ઉંચાઈ પરથી પડવું, વાયના રોગથી પીડાવું, તેજ આંધી તૂફાન જેવી વાયુથી થનારી દુર્ઘટનાઓ અંક 3 અને 8 થી પ્રભાવિત થાય છે.આ પ્રકારની દુર્ઘયનાઓથી બચવા માટે 1,2,6,9 ભાગ્યાંક વાળા વ્યકતિઓઅ અંક 3 અને 8 થી સાવધાન રહેવું.
અન્ય દુર્ઘટનાઓ-
જેમાં વિજળીથી થનારી ઘટનાઓ, શોક કે દુઃખથી થનાર મોત,પ્રાણાઘાત,આત્મહત્યા વગેરેનો સમાવેશ થાય છે. તેના કારક અંક 4 અને 7 છે. તેથી 1,2,3,9 ભાગ્યાંક વાળા વ્યકતિઓએ અંક 4 અને 7 થી બચીને રહેવું.

No comments:

Post a Comment