દરેક વ્યક્તિને જીવનમાં દરેક કાર્યમાં સફળતા મેળવવાની ઇચ્છા હોય છે. પરંતુ દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે એ ઘણું જરૂરી છે કે દરેક વ્યક્તિ પોતાના જન્મ લગ્ન અનુસાર, લગ્ન અનુકુળ દેવતાઓનું પૂજન કરે. જો તમે પણ ઇચ્છો છો કે તમને તમારા દરેક કામમાં સફળતા મળે તો પોતાના જન્મ લગ્ન અનુસાર કયા દેવની અરાધના કરવી તે જાણવું જરૂરી છે.
મેષ લગ્ન- મેષ લગ્ન ધરાવનાર લોકોને રવિ, મંગળ, ગુરુ શુભ ફળ આપે છે. તેથી તેઓએ રવિ અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
વૃષભ લગ્ન- આ લગ્નના જાતકે શનિ દેવની ઉપાસના કરવી જોઇએ.
મિથુન લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કર્ક લગ્ન- આ લગ્નના જાતકોએ ગણેશજી અને શંકર ભગવાનની ઉપાસના કરવી જોઇએ.
સિંહ લગ્ન- આ લગ્નના જાતકોએ કુળદેવની પુજા કરવી જોઇએ.
કન્યા લગ્ન- આ લગ્નના જાતકને શુક્ર શુભ ફળ આપે છે. તેથી તેઓએ કુળદેવતાની આરાધના કરવી જોઇએ.
તુલા લગ્ન- આ લગ્નના જાતકોએ ગ્રહોની ઉપાસના કરવી જોઇએ.
વૃશ્ચિક લગ્ન- આ લગ્નના જાતકોએ પણ ગ્રહોની પુજા કરવી જોઇએ.
ઘન લગ્ન- આ લગ્નના જાતકોએ સૂર્ય અને ગણેશજીની આરાધના કરવી જોઇએ.
મકર લગ્ન- મકર લગ્નના જાતકોએ પોતાના કુળદેવી અને કુબેરની ઉપાસના કરવી જોઇએ.
કુંભ લગ્ન- કુંભ લગ્નના જાતકોએ પણ કુળદેવીની આરાધના કરવી જોઇએ.
મીન લગ્ન- આ લગ્નના જાતકોએ શંકર અને ગણપતિની આરાધના કરવી જોઇએ.
No comments:
Post a Comment