Tuesday, August 16, 2011
આ 8 કારણોથી હોનહાર વ્યક્તિ અસફળ રહી જાય છે
Related Articles
* શ્રાવણનો ત્રીજો સોમવાર, ચંદ્રના ઉપાયથી સફળતા મેળવો
* શ્રાવણીયા સોમવારે શિવપૂજાથી, વેપારમાં સફળતા મેળવો
* પોતાનો વિકાસ કરી સફળ બનવું હોય તો ધાર્મિક થવું જ પડશે!
આમ તો અસફળતાના અનેક કારણો હોય છે, જેમાંથી મોટાભાગના જાહેર હોય છે પણ કેટલાક અજ્ઞાત બની રહે છે. જે કંઇ પણ હોય પણ એ સુનિશ્વિત છે કે અસફળતાના મોટાભાગના કે પછી બધા કારણો માણસના નિયંત્રણમાં જ હોય છે. કોઇ વ્યક્તિ પ્રતિભાશાળી અને કાબેલ હોવા છતાં અભ્યાસ-નોકરી-બિઝનેસમાં સફળ નથી થઇ રહ્યા તો તેના કેટલાક કારણો હોઇ શકે છે.
1- કદાચ તેના મસ્તિષ્કને પ્રબળ બનાવવા માટે પૌષ્ટિક ભોજન નથી મળી રહ્યું.
2- ઘરની પરિસ્થિતિઓ તેના મન-મસ્તિષ્કને ઉદ્વિગ બનાવી રહી છે.
3- તે મોટાભાગનો સમય બીનજરૂરી કામમાં નષ્ટ કરે છે (ઈન્ટરનેટ, કોમ્પ્યૂટર, ગેમ્સ, ટી.વી. જેવી વસ્તુનો વ્યસનથી ગ્રસ્ત થઇ ગયો છે)
4- તેનું મન ઇન્દ્રિય ભોગ તરફ ભાગે છે. કે પછી તે ખરાબ મિત્રોની સંગતમાં પડી ગયો છે.
5- કોઇ અજ્ઞાત રોગથી પીડાઇ રહ્યો છે.
6- તે કામ કરી શકે તેવી વ્યવસ્થા ન હોય તથા વિદ્યાર્થી હોય તો તેને શાંતિ અને આરામથી બેસીને ભણી શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય.
7- તેનું મગજ પૂર્ણ રીતે વિકસિત ન થયું હોય.
8- કામ ધંધા માટે પસંદ હોય તેવો કામ-ધંધો મળી ન રહ્યો હોય અથવા તેને જે વિષયો ભણવા પડે છે તે નાપસંદ હોય, કોઇ બીજા વિષયોમાં તેની રુચિ હોય.
જે પ્રકારે દરેક સમસ્યાનું કોઇ કારણ હોય છે તે પ્રકારે દરેક સમસ્યાનું નિવારણ ચોક્કસ હોય છે. બસ, તમારી આસપાસ આવા કોઈ વ્યક્તિ હોય તો તેને સમજો અને તેને સફળ બનાવવા મદદ કરો. કારણ કે કોઈપણ વ્યક્તિમાં સફળ થવાની ત્રેવડ રહેલી હોય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment