Tuesday, August 16, 2011
દરેક વ્યક્તિના શરીરમાં વસે છે શિવના આ 8 સ્વરૂપ
Related Articles
* શ્રાવણમાં શિવનાં આ 'ત્રિપુરારી રૂપ' વિશે જાણો
* શ્રાવણ: શિવને શા માટે પશુપતિ કહેવાય છે?
* શ્રાવણ : આ ઉપાયથી ઠીક થઇ શકે છે લકવો
હિન્દુ ધર્મની માન્યતાઓમાં પ્રકૃત્તિ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. શાસ્ત્રોમાં શિવની શક્તિ અને દરેક જગ્યાએ તેમની ઉપસ્થિતિની મહિમાની માન્યતા છે કે, જગતનું દરેક કાર્ય શિવના આદેશ પર જ બધા દેવતા કરે છે.
શાસ્ત્રો પ્રમાણે મહાદેવ શરીર અને જગતમાં આઠ રૂપમાં સમાયા છે. શિવના આ આઠ સ્વરૂપો કે મૂર્તિઓમાં જગત એવી રીતે સમાયું છે જાણે કોઈ માળાના દોરામાં મોતી પરોવ્યા હોય.
આ આઠ મૂર્તિઓ છેઃ-
શર્વઃ- સંપૂર્ણ જગતને ધારણ કરનાર પૃથ્વીમયી મૂર્તિના સ્વામી શર્વ છે. એટલે આ શિવની શાર્વી મૂર્તિ પણ કહે છે.
ભવઃ- જળથી યુક્ત મૂર્તિ સંપૂર્ણ જગતની પ્રાણશક્તિ અને જીવન આપનારી છે. તેના સ્વામી ભવ છે એટલે ભાવી પણ કહે છે.
રુદ્રઃ- આ શિવની અત્યંત ઓજસ્વી મૂર્તિ છે. જે સંપૂર્ણ જગતમાં અંદર-બહાર ફેલાયેલી બધી જ ગતિવિધિઓમાં સ્થાયી છે. તેના સ્વામી રુદ્ર છે. એટલે આ રૌદ્રી નામ પણ જાણીતી છે.
ઉગ્રઃ- વાયુનું સ્વરૂપ શિવ જગતને ગતિ પ્રદાન કરે છે અને પાલન-પોષણ પણ કરે છે. તેના સ્વામી ઉગ્ર છે. એટલે મૂર્તિ એગ્રીના નામે પણ પ્રસિદ્ધ છે.
ભીમઃ-શિવની આકાશરૂપી મૂર્તિ છે જે દુનિયાને રાહત આપનારી, દુષ્ટ અને તામસી ગુણોનો નાશ કરનારી માનવામાં આવે છે. તેના સ્વામી ભીમ છે. તે ભૈમી નામથી પ્રસિદ્ધ છે.
પશુપતિઃ-આ બધી આંખોમાં વસેલી હોઈ બધી આત્માઓની નિયંત્રક છે. આ પશુ અર્થાત દુર્જન વૃત્તિઓનો નાશ અને તેનાથી મુક્ત કરનારી. એટલે તેને પશુપતિ પણ કહેવાય છે.
ઇશાનઃ- આ સૂર્ય રૂપે આકાશમાં ચાલતા જગતને પ્રકાશિત કરે છે. આ મૂર્તિ ઇશાન કહેવાય છે.
મહાદેવઃ- ચંદ્રરૂપમાં શિવની આ સાક્ષાત મૂર્તિ માનવામાં આવે છે. ચંદ્ર કિરણોને અમૃત સમાન માનવામાં આવે છે. ચંદ્ર રૂપમાં શિવની આ મૂર્તિ મહાદેવના રૂપમાં પ્રસિદ્ધ છે. આ મૂર્તિનું સ્વરૂપ અન્યથી અનેકગણું વ્યાપક છે.
આ આઠ મૂર્તિઓના આવા વ્યાપક અને દિવ્ય સ્વરૂપને લીધે સંપૂર્ણ જગતમાં શિવરૂપ માનવામાં આવે છે. એટલે શિવની પૂજા પ્રકૃત્તિની પૂજા અને પાલન પોષણ થાય છે. એટલે બધાની ભલાઈ, મદદ કે ઉપકાર કરવાને જ શિવની વાસ્તવિક પૂજા કહેવાય. એટલે જ ધાર્મિક માન્યતા છે તે જગત સુખી રહે તો જ શિવ પણ પ્રસન્ન રહે છે. એટલે કોઈપણ દેહધારી પ્રાણીને દુઃખ આપવું તે શિવનું અપમાન કરવા સમાન છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment