મંગળના કુપ્રભાવને ઓછો કરવાના ઉપાયો - Tips of decreased effect of Mangal grah marse - religion.divyabhaskar.co.in
જેની કુંડળીમાં મંગળ અશુભ ફળ આપનારો હોય છે, તે વ્યક્તિના જીવનનો મોટા ભાગનો સમય અશાંતિ, નિરાશા, અસફળતા વાળો રહે છે અને લગ્નમાં વિલંબ થાય છે. મંગળને શાંત કરવા માટે કેટલાક નાના-નાના ઉપાયો પણ ઘણા લાભદાયક રહે છે.
તે ઉપાયો આ પ્રકારે છે,
- મંગળ અત્યંત પ્રભાવી હોય અને કોઈ કામ યોગ્ય રીતે ના થઈ રહ્યું હોય તો તમારી આસપાસમાં રહેલા લાલ રંગને દૂર કરી દો. લાલ રંગ મંગળનો છે અને તેનાથી તે વધારે સક્રિય થઈ જાય છે.
- મંગળવારના દિવસે મંગળ ગ્રહ માટે વિશેષ પૂજા- અર્ચના કરો.
- મંગળવારે મંગળ દેવના નામે નદીમાં લાલ પુષ્પ વહેતું કરો.
- મંગળવારે મંગળ દાન કરો.
- મંગળના દાનથી સંબંધિત વસ્તઓ ક્યારેય ભેટમાં પણ ના લો.
- મંગળવારે હનુમાનજીની વિશેષ પૂજા કરો.
- તુલસીના છોડને રવિવારના રોજ નિયમિત રીતે જળ ચઢાવો.
- ખાવામાં ગોળ અને મસૂરની દાળનો વધારેમાં વધારે ઉપયોગ કરો.
- હંમેશા તમારી પાસે તાંબાનો સિક્કો અવશ્ય રાખો.
No comments:
Post a Comment