Friday, September 24, 2010

પ્રેમમાં ગુલામ હોય છે 6 અંક ધરાવનારા - Numerology - number 6 people - religion.divyabhaskar.co.in

પ્રેમમાં ગુલામ હોય છે 6 અંક ધરાવનારા - Numerology - number 6 people - religion.divyabhaskar.co.in
જે વ્યક્તિઓનો જન્મ કોઈ પણ મહિનાની 6,15 કે 24 તારીખે થયો હોય તેઓ 6 અંક ધરાવનારા માનવામાં આવે છે. અંક જ્યોતિષ અનુસાર અંક 6 નો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત વ્યક્તિ ગ્લેમરસ અને હાઈ લાઈફ સ્ટાઈલ સાથે જીવન જીવે છે. આ લોકો ખૂબ જલ્દી આકર્ષિત થનારા હોય છે. શુક્ર ગ્રહથી ગ્લેમરસ અને હાઈ લાઈફ સ્ટાઈલ સાથે તેઓ જીવન જીવે છે.આ જ કારણે તેમના અનેક મિત્રો હોય છે. મોટા ભાગે એ વ્યક્તિઓ પ્રેમ સંબંધ ધરાવનારા હોય છે.

અંક 6 ધરાવનારા લોકો કોઈ પણ કાર્ય વિસ્તૃત યોજના બનાવીને કરે છે. જેનાથી તેમને સફળતા અવશ્ય મળે છે. આ લોકો સ્વભાવના થોડા જિદ્દી પણ હોય છે. તેઓ જ્યાં સુધી એક કાર્યને પૂરું ના કરે ત્યાં સુધી તેમને શાંતિ નથી મળતી. એ લોકો સમાજ અને ઓફિસ કે પરિવાર પર વિશેષ સ્નેહ રાખે છે. આ સાથે જ તેઓ અધિક પ્રેમ કરનારા, કાર્ય કરનારા અને ખૂબ સન્માન મેળવનારા હોય છે.

આમ તો જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ કરે છે ત્યારે દરેક માન્યતા પૂર્ણ કરનાર બને છે. પરંતુ અંક 6 ધરાવનારા લોકો પ્રેમમાં ડૂબી જાય છે. તેઓ પોતાના પ્રેમીની નાની નાની ઈચ્છાઓ પૂરી કરવા માટે હંમેશા તૈયાર હોય છે. તેઓ કોઈ પણ વાત આદેશ સમાન કરે છે. પ્રેમમાં તે લોકોનો સ્વભાવ ગુલામો જેવો હોય છે. સાથે જ તેઓ કોઈ પણ ઈચ્છા વ્યક્ત કરે ત્યારે કોઈ પણ હદ પર જઈને તેમની પૂજા કરી શકે છે.

શુક્રના પ્રભાવથી સુંદર શરીર ધરાવનારા લોકો ખૂબ રોમેટિંક હોય છે. તેઓ કલાત્મક વિચારો ધરાવનારા હોય છે. તેમને ક્યારેય ધનની અછત નડતી નથી. તેમને ખૂબ ગુસ્સો આવે છે અને ક્રોધમાં તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે.
- તેમના માટે મંગળાર, ગુરુવાર અને શુક્રવાર શુભ દિવસ હોય છે. આ દિવસે તેઓ શુભ કાર્યોમાં સફળતા મેળવે છે.

- કોઈ પણ મહિનાની 3,6,9,12,15,18,21, 24 અને 30 તારીખના દિવસો શુભ ગણાય છે.
- આ લોકો માટે જાંબલી અને કાળો રંગ શુભ ગણાય છે. તેઓ લાલ કે ગુલાબી શેડના કપડા પહેરે છે.
- એ લોકોની મિત્રતા 3,6,9 અંક વાળા સાથે સારી રહે છે.
- આ લોકો 5 અંક ધરાવનારા લોકો સાથે આગળ વધવાનો પ્રયત્ન કરે છે.પરંતુ તેઓ પાછળ રહી જાય છે.

No comments:

Post a Comment