Wednesday, August 31, 2011

જો બે વ્યક્તિની કુંડળીમાં ગ્રહો સમાન રાશિમાં હોય તો...?



ગ્રહોની સમાનતાએ તેમને મૈત્રીનાં મૂલ્યોની મહાનતા બક્ષેલી. કોઇ પણ બાબતને લાંબી ટકાવવા અને ઉચ્ચ કક્ષાની ગુણવત્તા (વોરંટી અને ગેરંટી) આપવાનું કામ શનિનું છે.

તમે વૃષભ રાશિના વ્યક્તિ હોવ તો તમારે કન્યા રાશિના વ્યક્તિ સાથે સારું જ બનવાનું, કારણ કે આ બંને રાશિ એકબીજાથી નવમે અને પાંચમે આવે. આવા યોગને જ્યોતિષશાસ્ત્રમાં અતિ શુભ ગણવામાં આવે છે. ઉપરાંત કન્યા રાશિનો માલિક ગ્રહ બુધ અને વૃષભ રાશિનો માલિક ગ્રહ શુક્ર બંને એકબીજાના પરમ મિત્ર ગ્રહો છે.

જો બે વ્યક્તિની કુંડળીમાં ગુરુ સમાન રાશિમાં હોય તો બંને વ્યક્તિ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યને લઇ નજીક આવે છે. બે જાતકોની કુંડળીમાં શુક્ર અને મંગળ એક જ રાશિમાં હોય તો તેઓ મોજશોખ-જાતીયતા-ફેશન-વ્યસન-દારૂની લત અગર સ્ત્રી પાત્રના કારણે મૈત્રી કેળવે છે.

સમયના વહેણમાં સમાઇ ના જતા, દિલના દરિયામાં ડૂબી ના જતા આપની મૈત્રી છે જિંદગીથી અણમોલ, ક્યાંક અમારી મિત્રતાને ભૂલી ના જતા.ઠાકુર અને રામલાલ બંને એક બીજાના ગાઢ-પ્રગાઢ મિત્રો અને બંનેને એકબીજા વિના એક ઘડી કે પળ ચાલે નહીં. બંને મિત્રો દિવસ દરમિયાન સાતથી આઠ વાર મળે, જાત જાતની વાતો કરે, સુખને વહેંચે અને દુ:ખની ભાગીદારી કરે. તેમની મૈત્રી જોઇ ખુદ કૃષ્ણ અને સુદામાને પણ ઇષૉ આવતી હશે તેવું લાગે. આ બંનેની ગૂઢ મૈત્રી જોઇ અમે કૌતુકવશ તેમની કુંડળી માગી અને જોયું તો બંનેની કુંડળીમાં મોટા ભાગના ગ્રહો એકસમાન.

બંનેની કુંડળીમાં સૂર્ય-ગુરુ એક જ રાશિમાં હતા અને શનિ પણ બંનેનો તુલા (ઉચ્ચ) રાશિમાં હતો. ગ્રહોની સમાનતાએ તેમને મૈત્રીનાં મૂલ્યોની મહાનતા બક્ષેલી. કોઇ પણ બાબતને લાંબી ટકાવવા અને ઉચ્ચ કક્ષાની ગુણવત્તા (વોરંટી અને ગેરંટી) આપવાનું કામ શનિનું છે. કારણ કે સાતે સાત ગ્રહોમાં શનિની ભ્રમણ યાત્રા લંબ-પ્રલંબ છે, આથી જ શનિની અસર હેઠળ આવતા સંબંધોનું આયુષ્ય અતિ દીર્ઘકાલીન હોય છે. ઠાકુર અને રામલાલની કુંડળીમાં પણ તુલાનો (ઉચ્ચ) શનિ હતો કે જેણે બંનેને મૈત્રીનાં મૂલ્યો સમજાવ્યાં.

ગાઢ અને ગૂઢ મૈત્રીનું અન્ય ઉદાહરણ જોઇએ. એક યુવતીએ સમાજ અને કુટુંબની પરવા કર્યા વિના પોતાનાથી સાવ જ ઊતરતી કક્ષાના પાત્ર સાથે પ્રેમલગ્ન કર્યાં. બંનેની કુંડળીનું નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે બંનેની કુંડળીના શુક્ર અને મંગળ એકબીજાના શુક્ર અને મંગળ પર દ્રષ્ટિ કરતા હતા. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને આકર્ષણનો અને મંગળને આવેગનો ગ્રહ ગણ્યો છે. શુક્ર એટલે લગ્નજીવનનો કારક અને મંગળ એ જાતીયતાનો કારક ગ્રહ છે.

જ્યારે આકર્ષણ અને આવેગ ભેગાં થાય ત્યારે જીવનભરની પાકી મૈત્રીના કોલ આપોઆપ અપાઇ જાય છે. ગ્રહોની લીલા અને ગતિ ન્યારી છે. જાતક સજાતીય હોય કે વિજાતીય પરંતુ કુંડળીમાં એકસમાન ગ્રહો હોય ત્યારે અદ્ભુત મૈત્રીના સંયોગ ઊભા થાય છે. ગ્રહોના જોગ અને સંજોગ આગળ સમાજની સમજ બિલકુલ ચાલતી નથી. એક સરખી ગ્રહ સ્થિતિ જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે અજબ ગજબનું સામ્ય અને ઐકય કેળવે છે કે જેની કલ્પના અશક્ય છે.

ક્યારેક રાશિનો નવ પંચમ યોગ વ્યક્તિને એકદમ નજીક લાવે છે. ધારો કે તમે વૃષભ રાશિના વ્યક્તિ હોવ તો તમારે કન્યા રાશિના વ્યક્તિ સાથે સારું જ બનવાનું, કારણ કે આ બંને રાશિ એકબીજાથી નવમે અને પાંચમે આવે. આવા યોગને જ્યોતિષશાસ્ત્રમાં અતિ શુભ ગણવામાં આવે છે. ઉપરાંત કન્યા રાશિનો માલિક ગ્રહ બુધ અને વૃષભ રાશિનો માલિક ગ્રહ શુક્ર બંને એકબીજાના પરમ મિત્ર ગ્રહો છે.

તમે જો વ્યવહારમાં નોંધ્યું હોય તો જો જો કન્યા રાશિના જાતકો અને મિથુન રાશિના જાતકો વચ્ચે ગાઢ મિત્રતા હોય છે કારણ કે બંને રાશિનો અધપિતિ ગ્રહ એક જ એટલે કે બુધ છે આમ એક જ ગ્રહના કાર્યક્ષેત્રમાં આવતી રાશિઓ હેઠળ જન્મેલા જાતકો એક જ પ્રકારનો સ્વભાવ ધરાવતા હોઇ તેમના વચ્ચે મનમેળ સારો રહે છે. જો પતિપત્નીની જન્મકુંડળીમાં શુક્ર એક જ રાશિમાં હોય તો બંને વચ્ચે જાતીય તાલમેલ (સેક્સ) શ્રેષ્ઠ રહે છે. બંનેનું દાંપત્યજીવન સુખી નીવડે છે. જો બે વ્યક્તિની કુંડળીમાં ગુરુ સમાન રાશિમાં હોય તો બંને વ્યક્તિ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યને લઇ નજીક આવે છે. બે જાતકોની કુંડળીમાં શુક્ર અને મંગળ એક જ રાશિમાં હોય તો તેઓ મોજશોખ-જાતીયતા-ફેશન-વ્યસન-દારૂની લત અગર સ્ત્રી પાત્રના કારણે મૈત્રી કેળવે છે.

સૂર્ય જો બંને કુંડળીમાં એક સમાન રાશિમાં હોય તો કોઇ પ્રકારની પ્રતિષ્ઠા મેળવવા બે અલગ અલગ વ્યક્તિઓ જીવનમાં એકબીજાની એકદમ નજીક આવે છે. એક જ નક્ષત્ર ધરાવતી વ્યક્તિઓ અને તેમાં વળી જો નક્ષત્રનું ચરણ પણ સમાન હોય તો બંને વચ્ચે સારો મેળ અને મૈત્રી રહે છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ સમાન અંક ધરાવતી વ્યક્તિઓ વચ્ચે વૈચારિક ઐકય અદ્ભુત હોય છે. ધારો કે તમારા મૂલાંક કે જન્મ તારીખનો સરવાળો ૭ હોય તો તમારું ટ્યુનિંગ (તાલમેલ) ૭નો આંક ધરાવતી વ્યક્તિ સાથે સારો રહે છે.

૭નો અંક એટલે જે વ્યક્તિઓનો જન્મ કોઇ પણ મહિનાની ૭, ૧૬ અને ૨૫ તારીખે જન્મેલા વ્યક્તિઓને આ નિયમ લાગુ પડે છે. અવકાશી ગ્રહોની સમાનતા તમને આકાશ કરતાં પણ ઊંચી મૈત્રીની ભેટ આપે છે. ગ્રહોની સમાનતા જાતકોને નજીક લાવે છે અને આત્મીય ઓળખાણ કરાવે છે. તમે પણ જો કોઇ વ્યક્તિને ચાહતા હો અગર ગાઢ મિત્રતાના બંધનમાં હો તો બંને એકબીજાની કુંડળીઓ જોજો અમારી વાત વ્યવહારુ અને વાજબી લાગશે અને તમારા મોઢામાંથી પણ નીચેના શબ્દો સરી પડશે. કહેવા માટે મારી પાસે શબ્દો નથી આપવા માટે વસ્તુઓ નથી પણ હા દિલથી એક વાત જરૂર કરીશ કે તમારું ધ્યાન રાખજો કેમ કે મારી પાસે તમારા જેવા મિત્રો નથી.

No comments:

Post a Comment