ક્યારેક બળવાન શનિ અને ગુરુનો સંયોગ માનવીને આર્થિક ભીંસમાં રાખે છે અને શેરબજારમાં ભારે ખાનાખરાબી સજેઁ છે.
કુંડળીનું નિરીક્ષણ કરતાં જાતકને કઇ દશા ચાલે છે તેનું અવલોકન ખાસ કરવું
ગ્રહોની રાશિ-ગ્રહોની સ્થાન પરિસ્થિતિ-ગ્રહોનું નક્ષત્ર બળ અને તેની મહાદશા ઉપરાંત અંતરદશા પર નિર્ભર કરે છે.
બળવાન ગ્રહો એટલે જીવન પણ બળવાન આ માન્યતા તદ્દન ખોટી છે. જીવનમાં તમે એવા અસંખ્ય માનવીઓ જોયા હશે કે જેમની કુંડળીમાં તમામ ગ્રહો ઉચ્ચના અને સ્વગૃહી હોય પરંતુ જીવન સાવ દરિદ્ર હોય અને નિષ્ફળતાઓનો સામનો કરતા હોય. પ્રથમ દ્રષ્ટિએ સબળ દેખાતા ગ્રહો ધાર્યું પરિણામ ના આપે એટલે જીવનમાં નિરાશા ઘર કરી જાય અને ઉપરછલ્લા જ્યોતિષની આગાહીઓનો ભોગ બની જવાય.
એવાં અસંખ્ય ઉદાહરણો છે કે કર્કનો ગુરુ ઉચ્ચનો હોવા છતાં નિષ્ફળ લગ્નજીવન આપે અને તુલાનો શનિ ઉચ્ચનો હોવા છતાં ભગવાન રામની જેમ વનવાસ પણ આપે. ક્યારેક બળવાન શનિ અને ગુરુનો સંયોગ માનવીને આર્થિક ભીંસમાં રાખે છે અને શેરબજારમાં ભારે ખાનાખરાબી સજેઁ છે. એની વે એસ્ટ્રોલોજી ઇઝ ધ મેટર ઓફ ઓબ્ઝર્વેશન એન્ડ નોલેજ.
માનવીનું જીવન તેની કુંડળીમાં આવેલા ગ્રહોની રાશિ-ગ્રહોની સ્થાન પરિસ્થિતિ-ગ્રહોનું નક્ષત્ર બળ અને તેની મહાદશા ઉપરાંત અંતરદશા પર નિર્ભર કરે છે. કુંડળીના નિરીક્ષણ બાબતે અમારા ધ્યાન પર કેટલીક બાબતો આવી છે જે આ પ્રમાણે છે.
-કોઇ પણ ગ્રહ કેવું ફળ આપશે તે જાણવા તે ગ્રહ કયા નક્ષત્રમાં છે અને તે નક્ષત્રનો સ્વામી શુભ કે અશુભ તે બાબત ઘણી અગત્યની બને છે.
દા.ત. તમારી જન્મકુંડળીમાં સૂર્ય મેષ રાશિમાં હોય એટલે સ્વાભાવિક રીતે તે ઉચ્ચનો ગણાય, પરંતુ જો તે અશ્વિની નક્ષત્રનો હોય તો તે કેતુના નક્ષત્રનો કહેવાય. આમ ઉચ્ચનો સૂર્ય હોવા છતાં પાપ નક્ષત્રનો હોઇ તમને આ સૂર્યનું શુભ ફળ મળે નહીં. સૂર્યને જ્યોતિષશાસ્ત્રમાં માન-યશ-કીર્તિ-નામના સાથે જોડવામાં આવે છે, પરંતુ કેતુના નક્ષત્રનો સૂર્ય તમને આ બાબતોમાંથી બાકાત રાખે છે.
- જ્યોતિષશાસ્ત્રમાં બીજી અગત્યની વાત છે તમારો શુભ કે ઉચ્ચનો અગર સ્વગૃહી ગ્રહ જન્મકુંડળીમાં ક્યા અને કેવા ગ્રહો વચ્ચે આવેલો છે? ધારો કે તમારી જન્મકુંડળીમાં ગુરુ પોતાની (સ્વગૃહી) ધન રાશિમાં હોય પરંતુ આ બળવાન ગુરુની આજુબાજુના સ્થાનમાં રાહુ અને શનિ આવેલા હોય તો આ ગુરુ પાપ કર્તરીમાં આવી જાય. પરિણામે ગુરુના શુભત્વનો નાશ થઇ જાય આથી ગુરુને સ્પર્શતી તમામ બાબતો જેવી કે વિદ્યા-ધન-હોદ્દો જેવી અસંખ્ય બાબતોથી તમારે જીવનભર વંચિત રહેવું પડે છે. તે જ પ્રમાણે આ ગુરુની આજુબાજુ ચંદ્ર અને શુક્ર જેવા શુભ ગ્રહો હોય તો તે શુભ કર્તરીમાં આવી જાય. ફલ:સ્વરૂપ ગુરુ કુંડળીમાં સોળે કળાએ ખીલી ઊઠે છે અને જાતકના તમામ શુભ કાર્ય પાર પાડી તેને યશ, હોદ્દો, વિદ્યા અને ધન આપે છે.
- કુંડળીનું નિરીક્ષણ કરતાં જાતકને કઇ દશા ચાલે છે તેનું અવલોકન ખાસ કરવું. ઉદાહરણ તરીકે જાતકને બુધની દશા ચાલતી હોય પણ બુધ કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો બુધની સત્તર વર્ષની દશા જાતકને ભારે પડે છે. ગુરુ-બુધ-શુક્ર અને ચંદ્ર શુભ ગ્રહો છે એટલે કાયમ શુભ ફળ જ આપશે તે માન્યતા ખોટી છે. તે પ્રમાણે શનિ-મંગળ કે રાહુ અશુભ ગ્રહો છે એટલે તેની મહાદશા કાયમ અશુભ ફળ જ આપશે તે ધારણા પણ જ્યોતિષના જ્ઞાન મુજબ સાવ અસંગત છે.
ઉદાહરણ સ્વરૂપ અત્રે આપેલી કુંડળી જુઓ. વૃષભ લગ્નની કુંડળીમાં લગ્ને ગુરુ-ચંદ્રનો ગજકેસરી યોગ છે. મિથુન રાશિમાં કેતુ બીજે અને બારમે ઉચ્ચનો સૂર્ય અને બુધ છે પરંતુ કેતુના નક્ષત્રનો છે. છôે ઉચ્ચનો શનિ તુલા રાશિમાં છે. સાતમે મંગળ સ્વગૃહી રાશિમાં રુચક યોગ કરે છે. આઠમે ધનનો રાહુ અને લાભ સ્થાને ઉચ્ચનો શુક્ર છે, પરંતુ સૂર્ય કેતુના અશ્વિની નક્ષત્રનો હોઇ તેમજ ગુરુ-ચંદ્ર પાપ કર્તરીમાં હોઇ ગજકેસરી યોગનું ફળ મળતું નથી, ઊલટાનું આ જાતકે જિંદગીના એક એક દિવસ કેમ કાઢવા તે મોટો પ્રાણપ્રશ્ન છે.
આમ પ્રથમ દ્રષ્ટિએ બળવાન દેખાતા ગ્રહો માનવીને રંક પણ બનાવી શકે છે અને સાવ નબળા દેખાતા ગ્રહો માનવીને રાજા પણ બનાવી શકે છે. જરૂર છે પૂરતા જ્ઞાન-ન્યાયી નિરીક્ષણ અને જ્યોતિષશાસ્ત્ર પ્રત્યેના પ્રામાણિક અભિગમની.
No comments:
Post a Comment