Wednesday, February 23, 2011

કુંડળીમાં સારા અને ખરાબ યોગનું મહત્વ અને માહિતી - importance and information of good and bad yog's i - www.divyabhaskar.co.in

જન્મકુંડળીમાં કોઇ ગ્રહ એવા સ્થાને પડેલો હોય છે કે તે જાતકને ખૂબ ઉચ્ચ સ્થાને લઇ જાય છે. જે જયોતિષશાસ્ત્રની રીતે નીચે મુજબના યોગ દર્શાવેલ છે. જેને પંચમહાપુરુષયોગ કહે છે. જે દરેક રીતે આગળ પડતા રહેનારા જાતકની કુંડળીમાં હોય છે.

જન્મકુંડળીમાં આપણે જાણીએ છીએ કે જુદા જુદા પ્રકારના અસંખ્ય યોગ હોય છે. તે વિશે સચોટ ફળકથન અને ભાવફળ જરૂરી બને છે. અમુક લોકોમાં ઝડપી પ્રગતિ, ધનયોગ, કનિષ્ઠયોગ, અશુભ ભાગ્યહાનિ વગેરે જોવા મળે છે. અમુક પ્રકારની રાજસત્તા, ફિલ્મ ક્ષેત્રે પ્રગતિ, મોટી ઉચ્ચ પદવી, પ્રતિષ્ઠા અને પૈસા આ બધું કુંડળીમાં રહેલા યોગને જ આભારી છે. જન્મકુંડળીમાં કોઇ ગ્રહ એવા સ્થાને પડેલો હોય છે કે તે જાતકને ખૂબ ઉચ્ચ સ્થાને લઇ જાય છે. જે જયોતિષશાસ્ત્રની રીતે નીચે મુજબના યોગ દર્શાવેલ છે. જેને પંચમહાપુરુષયોગ કહે છે. જે દરેક રીતે આગળ પડતા રહેનારા જાતકની કુંડળીમાં હોય છે.

રૂચક યોગ : જન્મકુંડળીમાં કેન્દ્રના સ્થાને સ્વગૃહી કે ઉચ્ચનો મંગળ હોય ત્યારે આ યોગ બને છે. રૂચક યોગના કારણે જાગીર, સત્તા, ધનસુખ, સત્તાધીશ, અધિકારી બનાવે છે. તેના ત્યાં અઢળક સંપત્તિ હોય છે.

શશયોગ : શનિદેવ જો જન્મકુંડળીમાં કેન્દ્રમાં કે ત્રિકોણમાં પણ ઉચ્ચના કે સ્વગૃહી હોય ત્યારે આ યોગ બને છે. તેનાથી ઉદ્યોગપતિ, બિલ્ડરો, કાળાબજારમાં બે નંબરનાં કાર્યો, જમીનમાં પણ અને આવા વ્યક્તિઓ શૂન્યમાંથી સર્જન કરનારા બને છે.

હંસયોગ: જન્મ- કુંડળીમાં કેન્દ્રના સ્થાનમાં ગુરુ ઉચ્ચનો કે સ્વગૃહી હોય ત્યારે હંસયોગ બને છે તેનાથી જ્ઞાન અને આધ્યાત્મિકતા, ન્યાય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, વકીલાતના ક્ષેત્રે કીતિg વધારનાર બને છે.

માલવ્યયોગ : જન્મકુંડળીમાં કેન્દ્રના સ્થાનમાં શુક્ર ઉચ્ચ કે સ્વગૃહી હોય તે વખતે જ માલવ્યયોગ બને છે. આવી કુંડળી ધરાવનાર કીર્તિ, સુખ, ધનસુખ, ફિલ્મ, ટીવી, નાટ્ય તથા બિઝનેસમાં કાપડ, કાગળ, રૂ જેવી વસ્તુમાં અઢળક ધન કમાય છે. ત્યાં ધનના ઢગલા હોય છે.

મહાભાગ્યયોગ : આ યોગ દિવસે જન્મેલ વ્યક્તિની કુંડળીમાં જ્યારે સૂર્ય ચંદ્ર અને લગ્ન એકી રાશિમાં હોય અને રાત્રે જન્મેલ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય-ચંદ્ર અને લગ્ન બેકી રાશિમાં હોય તો જ આ યોગ બને છે. તે વ્યક્તિ ખૂબ જ ઉચ્ચ પદવી મેળવે છે. મહાભાગ્યશાળી બને છે. જે વિદ્યા, ધન, સત્તા, જમીન-મકાન વગેરે મહાભાગ્યવાનથી પ્રાપ્તિ કરે છે.

લક્ષ્મી દેનાર અગત્યના યોગ : જેમાં ચંદ્રથી બનતો યોગ ગજકેસરી યોગ છે. જેમાં ગુરુ-ચંદ્રની યુતિ હોય તથા તે કેન્દ્ર કે ત્રિકોણમાં હોય ત્યારે અને તેમાં પણ કોઇ ગ્રહ ઉચ્ચ કે સ્વગૃહી હોય ત્યારે જ આ યોગ સાકાર કરી શકાય છે તથા ચંદ્રથી બનતા સુનફા-અનફાયોગ જેમાં ચંદ્રથી ૧૨મે શુભ ગ્રહ હોય તથા ચંદ્રથી બીજે પણ શુભ ગ્રહ હોય તેવા વ્યક્તિ નિર્ધનમાંથી તવંગર બને છે તથા તેમાં પણ અહીં ચંદ્રથી બનતો અમલાયોગ જેમાં ચંદ્ર-શુક્ર જોડે હોય તથા ઉપર ગુરુની દ્રષ્ટિ હોય ત્યારે આ ધનયોગ બને છે.

સૂર્ય-બુધનો બુધાદિયોગ : આ યોગમાં બંને ગ્રહોની યુતિ હોય ત્યારે આ યોગ બને છે જેનાથી વિદ્યામાં માસ્ટર ડિગ્રી મળે છે. ખૂબ જ એક્ટિવ મનુષ્ય બને છે. ધનયોગ કરિયરથી પ્રાપ્ત થાય છે.

વિપરીત રાજ્યોગ : જન્મકુંડળીના ૬, ૮, ૧૨ના સ્થાનના સ્વામી ૬, ૮, ૧૨માં ગમે ત્યાં હોય ત્યારે વિપરીત રાજ્યોગ બને છે. જેમાં ઉચ્ચ કે નીચના ગ્રહો ખૂબ જ ફાયદો આપે છે. સામાન્ય વ્યક્તિ હોય અને સામાન્ય પરિવારમાં જન્મેલ વ્યક્તિ ખૂબ જ નામના મેળવે છે. દરેક રીતે માન, ધન, ઉન્નતિ અને પ્રકાશ ફેલાવે છે.

રાજ્યસત્તા આપનાર ઇન્દ્રયોગ : આ યોગ ચંદ્રથી ત્રીજે મંગળ, મંગળથી સાતમે શનિ, સાતમે શનિથી શુક્ર હોય તથા શુક્રથી સાતમે ગુરુ હોય ત્યારે આ યોગ બને છે. જેમાં આ યોગ લાખો કુંડળીમાંથી એક જ કુંડળી હોય છે. જેનાથી સત્તા, નામના, પદવી અને ખાસ ઉન્નતિ નાની વયે જ કરાવે છે. ત્યારે આ યોગ સફળ બને છે.

અમુક પ્રકારના અધિયોગ : આ યોગ ઘણી બધી કુંડળીમાં જોવા મળે છે. આ યોગ ચંદ્રથી ૬, ૮, ૧૨ ત્રણેય સ્થાનોમાં શુભ ગ્રહો જ હોય છે. જેમાં ચંદ્ર, શુક્ર, ગુરુ, બુધ વગેરે હોય ત્યારે અધિયોગ બને છે. આ કુંડળીમાં જન્મનાર વ્યક્તિ મધ્યમદાયી રહે છે પરંતુ ધીરે ધીરે પ્રગતિના પંથે આવી જાય છે અને સ્વતંત્ર ધંધામાં સ્થિર પણ હોય છે અને વિદેશયાત્રા થાય છે. મધ્યમદાયી સુખી રહે છે.

No comments:

Post a Comment