Monday, December 13, 2010

હવે ખૂબ જલ્દી ખુલશે કિસ્મતનું તાળું.. - you have to open the lock of love - religion.divyabhaskar.co.in

Previous Articles

* સામાન્ય પ્રોત્સાહન પણ ખોલી શકે છે પ્રગતિના દ્વાર
* કોને મળે છે માતાનો પ્રેમ ?


ઘર, દુકાન અને વ્યવસાયિક સ્થળે વાસ્તુદોષ દૂર કરવો આવશ્યક છે. વાસ્તુદોષ વ્યક્તિની દરેક ગતિવિધીને પ્રભાવિત કરે છે. તેને અસફળ બનાવે છે. જો તમે ઈચ્છો છો કે તમને સફળતા મળે તો નીચે લખેલા વાસ્તુ ઉપાયોને અપનાવીને તમારી કિસ્મતનું તાળું ખોલી શકો છો.

- ઈશાનકોણમાં એક જળ કળશ રાખો અને કોઈ પણ સોમવારે તેનું પૂજન કરવું. ઘી કે તેલનો દીવો કરવો. એક સો આઠ વાર લક્ષ્મીમંત્રનો જાપ કરવો. કળશના જળને ચારેય દિશાઓમાં છાંટવું અને વધેલું જળ પૂજા સ્થળ પર મૂકી દેવું. આ પ્રકારે લક્ષ્મીનો વાસ કરાવવાથી તમારા ઘરમાં પ્રસન્નતા આવશે.


- ઘરની અંદર અને બહાર તુલસી અને મોસંબીનો છોડ રોપવો.


- સવારે સાંજે સામુહિક આરતી કરવી.


- મહીનામાં એક કે બે વાર ઉપવાસ કરવો.


- વર્ષમાં એક કે બે વાર હવન કરવો.


- ઘરમાં વધારે કચરો એકત્રિત ન થવા દેવો.


- સાંજના સમયે એક વાર ઘરની બધી જ લાઈટ જરુર કરવી. આ સમયે ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થાય છે.


- ઘરમાં હંમેશા ચંદન અને કપૂરની સુગંધનો પ્રયોગ કરવો.


- સાવરણી હંમેશા સંતાડીને રાખવી. રાતના સમયે સાવરણીથી કચરો વાળવાથી લક્ષ્મી નષ્ટ થાય છે.

No comments:

Post a Comment