Previous Articles
* બ્રહ્મચર્યનો અર્થ માત્ર કુંવારા હોવું નથી
* સુખી દાંપત્ય માટે જરુરી પ્રેમ, વિશ્વાસ અને આદર
જ્યોતિષમાં શુક્રને સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહથી પ્રભાવિત વ્યક્તિ સૌમ્ય અને અત્યંત સુંદર હોય છે. જો કોઈની કુંડળીમાં શુક્ર શુભ પ્રભાવ આપે છે તો તે જાતક આકર્ષક, સુંદર અને મનમોહક હોય છે. શુક્રના વિશેષ પ્રભાવથી તે જીવનભર સુખી રહે છે.
શુક્રને પતિ પત્ની, પ્રેમ સંબંધ, ઐશ્વર્ય અને આનંદકારક ગ્રહ માનવામાં આવે છે. જો તમારી કુંડળીમાં શુક્રની સ્થિતી સારી હોય તો તમારું સમગ્ર જીવન ભોગ, આનંદ અને ઐશ્વર્યની સાથે પસાર થાય છે. સાથે જ દાંપત્યજીવન સુખ અને પ્રેમથી ભરાઈ જાય છે.
શુક્ર પોતાના પ્રભાવથી વ્યક્તિને મકાન અને વાહનનું પણ સુખ આપે છે. જો તમે ઈચ્છો છો કે તમારું દાંપત્યજીવન પ્રેમ, આનંદ અને સુખમયી રીતે પસાર થાય તો શુ્ક્રના શુભફળ માટે ઉપાય કરવા..
શુક્રદેવને પ્રસન્ન કરવાના ઉપાયો
- કાળી કીડીઓને ખાંડ ખવડાવવી જોઈએ.
- શુક્રવારના દિવસે સફેદ ગાયને લોટ ખવડાવવો.
- કોઈ કાણા વ્યક્તિને સફેદ વસ્ત્ર અને સફેદ મિષ્ટાનનું દાન કરવું.
- 10 વર્ષથી ઓછી આયુની કન્યાને ભોજન કરાવવું અને ચરણ સ્પર્શ માટેના આશીર્વાદ લેવા.
- પોતાના ઘરમાં સફેદ પત્થર લગાવવા જોઈએ.
- કોઈ પણ કન્યાના લગ્નમાં કન્યાદાનનો અવસર મળે ત્યારે અવશ્ય સ્વીકારવો જોઈએ.
- શુક્રવારના દિવસે ગાયને દૂધથી સ્નાન કરાવવું જોઈએ.
- કોઈ મંદિરમાં ગાયના ઘીનું દાન કરવું જોઈએ.
- જરુરિયાતવાળી વ્યક્તિને ભોજન કરાવવું.
શુક્રના શુભ પ્રભાવ માટે કરવામાં આવતા ઉપાયો શુક્રવારના દિવસે કરવા તો વધારે પ્રભાવશાળી માનવામાં આવે છે. જે દિવસે શુક્રનું કોઈ નક્ષત્ર (ભરણી, પૂર્વા- ફાલ્ગુની, પૂર્વાષાઢા) આવી રહ્યો હોય તે દિવસે દાન કરવું.
No comments:
Post a Comment