Thursday, December 9, 2010

નવગ્રહોનાં જાપમંત્રો અને યંત્રો - navgrah mantra and yantra - religion.divyabhaskar.co.in

Previous Articles

* બ્લડ સુગર અને કેન્સરને કાબુમાં રાખતો ગુપ્ત મંત્ર
* મૃત વ્યક્તિ પણ જેનાથી જીવિત થાય છે...



જ્યોતિષશાસ્ત્ર એ ખૂબ જ ઉપયોગી, સરળ અને સચોટ શાસ્ત્ર છે. તે ગણિતીય ક્રિયા ઉપર રચાયેલું છે. જેના માધ્યમથી વ્યક્તિને આવેલી મુશ્કેલી ઘટે છે, ચોક્કસ દિશા મળે છે અને તન, મન, ધનની શાંતિ મળે છે. આમ જે વ્યક્તિઓની કુંડળીમાં ખરાબ યોગ અને અશુભ નડતર દોષ વગેરે થયેલ હોય છે તેવી વ્યક્તિઓને આર્થિક, માનસિક, શારીરિક દરેક પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિ આવે છે. તે ન આવે અને ખરાબ યોગને શાંત કરે તથા મુશ્કેલી નિવારી શકાય તે માટે હું આપને નવગ્રહનાં જાપમંત્રો અને યંત્રો આપની સમક્ષ રજૂ કરું છું.

જેમાં નીચે દર્શાવેલ મંત્રો જાતે જ કરવા. તેની સવાર-સાંજ નાહીં-ધોઇને શુદ્ધ થઇ દીવો, અગરબત્તી, આસન, ફૂલ-ફળ નૈવેધ્ય ધરાવીને નવગ્રહોની અથવા તો નડતા ગ્રહોની એકી સંખ્યામાં માળા કરશો જેથી આપની આધિ, વ્યાધિ, ઉપાધિ અવશ્ય ઘટી જશે અને આપની મૂંઝવણ દૂર થઇ શકશે તથા યંત્રને આપે ભોજપત્ર અથવા તામ્રપત્ર પર બ્રાહ્નણના હાથે વિધિપૂજા કરાવીને પણ જોડે રાખવાથી અવશ્ય ફાયદો મળશે. આ જાપમંત્રથી આપના જીવનમાં સુખ, સંપત્તિ, સંતાન પ્રાપ્તિ તથા શારીરિક રોગમાંથી પણ મુક્ત બની શકશો.

સૂર્યમંત્ર :

‘જપા કુસુમ સંકાશં કાશ્યયેયં મહાધ્યુતિમ્ |તમોરિ સર્વ પાયઘ્નં પ્રણતોસ્મિ દિવાકરમ્ ||’‘ ધૃણિ સૂર્યાય નમ:’‘ હ્રીઁ નમો સિધ્ધાણં ||’ (જૈન મંત્ર)

ચંદ્રમંત્ર :

‘દધશિંખ તુષારાભં ક્ષીરોદાર્ણવ સંભવમ્ |નમામિ શાશિનં સોમં શંભોમુર્કુટ ભૂષણમ્ ||’‘ સોં સોમાય નમ: |’‘ હ્રીં નમો અરિહંતાણં ||’

મંગળમંત્ર :

‘ધરણી ગર્ભ સંભૂતં વિધુત્કાંતિ સમપ્રભમ્ |કુમારં શક્તિ હસ્તં ચ મંગલં પ્રણમામ્યહમ્ ||’‘ આં અંગારકાય નમ: ||’‘ હ્રીઁ નમો સિધ્ધાંણં ||’

બુધમંત્ર :

‘પ્રિયંગુ કલિકાશ્યામ રૂપેણા પ્રતિમં બુધમ્ |સૌમ્યં સૌમ્ય ગુણોપેતં તં બુધ પ્રણમામ્ યહમ્ ||’‘ બું બુધાય નમ: ||’‘ હ્રીઁ નમો ઉવ્વજણ્ઝાયાણં ||’

ગુરુમંત્ર :

‘દેવાનાં ચ ઋષિણાં ચ ગુરું કાંચન સિન્નભમ્ |બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિમ્ ||’‘ બૃં બૃહસ્પતયે નમ:’‘ હ્રીઁ નમો આયરિયાણં ||’

શુક્રમંત્ર :

‘હિમ કુંદમૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરુમ્|સર્વ શાસ્ત્ર પ્રવક્તારં ભાર્ગવં પ્રણમામ્યહમ્ ||’‘ શું શુક્રાય નમ:|’‘ હ્રીઁ શ્ર સુવિધિનાથ જિનેન્દ્રાય નમ:|’

શનિમંત્ર :

‘નિલાંજન સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્ |છાયા માતઁડ સંભૂતં તં નમામિ શનૈશ્વરમ્ ||’‘ શં શનશ્રીરાય નમ: ||’‘ હ્રીઁ કલ શ્ર નમો લોએસવ્વસાહણં |’

રાહુમંત્ર :

‘અર્ધકાયં મહાવીર્યં ચંદ્રાદિત્ય વિમર્દનમ્ |સિંહિકાગર્ભ સંભૂતં તં રાહું પ્રણમામ્યહમ્ ||’‘ રાં રાહવે નમ:’‘ હ્રીઁ નમો લોએસવ્વસાહુણં ||’

કેતુમંત્ર :

‘પલાશ પુષ્પ સંકાશં તારકાગ્રહ મસ્તકમ |રોદ્રંરૌદ્રા ત્મકં ઘોરં તં કેતું પ્રણમામ્યહમં ||’‘ કે કેતવે નમ: |’‘ હ્રીઁ શ્રી પાર્શ્વનાથાય જિનેન્દ્રાય નમ: ||’

ઉપરના મંત્રને ધ્યાનમાં લઇને દરરોજ શક્ય બને તો દર વારને લક્ષમાં રાખીને સવાર-સાંજ ત્રણ માળા કરવી જેમાં ધૂપ-દીપ, ફળ-ફૂલ સાથે ઘરના મંદિરની આગળ કરવાથી આર્થિક, માનસિક, શારીરિક મુશ્કેલીઓમાંથી અવશ્ય મુક્તિ મેળવી શકશો. ઉપર આપેલ લેખ આપ મિત્રોને વાંચકોને ગમે તથા તેમને જ્ઞાન મળે અને માર્ગદર્શક કોઇ વ્યક્તિને થઇ શકે તેવી ઇશ્વરને પ્રાર્થના પાઠવું છું.

જ્યોતિષ ચર્ચા,જિતેન્દ્રભાઇ પટેલ

No comments:

Post a Comment