જ્યારે આપનું જીવન આવી ઘટનાઓથી ઘેરાઇ જાય તો સમજી લેવું કે શનિ મહારાજ આપના પક્ષમાં નથી...
મોટાભાગની વ્યક્તિઓને શનિના અશુભ પ્રભાવ જાણવાની લાલસા રહે છે. પણ સમયનો અભાવ અને જ્યોતિષની જાણકારી ન હોવાથી તેઓ પોતાની જિજ્ઞાસા સંતોષી શકતા નથી. અહીં અમે કેટલાક એવા લક્ષણો જણાવીએ છીએ જેનાથી આપ સહજ રીતે જ સમજી જશો કે શનિ જ આપને અશુભ ફળ આપી રહ્યો છે...
- શનિનો આપની પર વિપરિત પ્રભાવ હોય તો આંખો નબળી થઇ જાય છે, કમરમાં પીડા કે ચૂંક આવે છે.
- અભ્યાસમાં મન નથી લાગતું અને આ ક્ષેત્રમાં કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત નથી થતી.
- લગ્ન થતાં જ સાસરી પક્ષે આર્થિક હાનિ થઇ જાય તો સમજી લો કે આપનો શનિ આપના પક્ષમાં નથી.
- જો આપ મકાન વગેરેનું નિર્માણ કરાવી રહ્યા હોવ અને કોઈ અશુભ ઘટના ઘટે તો સમજી લેવું કે શનિ પ્રતિકુળ છે.
- જ્યારે આપનું મન દુષ્કર્મો તરફ, કુસંગતિ તેમજ નશાની તરફ વળી જાય, ધન અને શરીરનો નાશ થતો જાય તો આ શનિના ખરાબ પ્રભાવનું પરિણામ છે.
- જો હંમેશા આળસ રહે, કોઈ કાર્ય કરવાની ઇચ્છા ન થાય તો સમજવું કે શનિનો ખરાબ પ્રભાવ છે.
- જ્યારે વ્યક્તિના ચહેરા પર હંમેશા થાક, તણાવ જોવા મળે...
- આપ જવાનીમાં જ વૃદ્ધત્વના રાગ આલાપવા લાગો...
- આપ શનિ સંબંધિત વ્યવસાય કરતા હોવ અને આપને સતત હાનિ થઇ રહી હોય તો તે શનિના અશુભ ફળનું લક્ષણ છે.
- સાંધામાં દુખાવો રહ્યા કરે...
- ચંપલ વારંવાર તૂટી જાય, ખોવાઇ જાય તે શનિ આપના વિપક્ષમાં હોવાની સૂચના છે.
- જો કોઇ ભેંસ ખરીદે અને થોડા દિવસમાં તેનું મૃત્યુ થાય...
- આપના વાળ વધારે પડતા ખરી રહ્યા હોય કે વાળ સંબંધિત કોઇ બીમારીથી પીડાઇ રહ્યા હોવ તો...
- શનિ ગરીબ વર્ગનો પ્રતિનિધિ હોય છે અને જો ગરીબ વર્ગથી આપને કોઇ હાનિ થાય કે તેમની સાથે વધારે લડાઇ-ઝઘડા થાય...
- આપની ટ્રાંસફર કોઇ એવી જગ્યાએ થાય જે આપને બિલકુલ પસંદ ન હોય કે પછી અચાનક આપની નોકરી છૂટી જાય...
- કાર્યસ્થળ પર ચોરીનો આરોપ લાગે, આપના વિરોધમાં તપાસના આદેશો જાહેર થાય, કોઈ દંડ કે સજા મળે...
- વ્યવસાયમાં આપનો પાર્ટનર છેતરપિંડી કરે...
- દિવસે દિવસે આપની ઉધારી-દેવું વધતું જાય...
- આપ વધારે પડતા બીમાર રહ્યા કરો...
- કોઈ દુર્ઘટનામાં કોઇ હાડકું તૂટી જાય...
- ઘરમાં કંકાસ થાય...
- મિત્રો અને સંબંધીઓ સાથે વિવાદ થાય...
- ચોતરફ આપની નિંદા થાય...
જ્યારે આપનું જીવન આવી ઘટનાઓથી ઘેરાઇ જાય તો સમજી લેવું કે શનિ મહારાજ આપના પક્ષમાં નથી અને તેમનો પ્રકોપ આપ પર વધી રહ્યો છે.
No comments:
Post a Comment