ભાગ્યરેખાથી જાણીએ કેવું હશે ભવિષ્ય ? - How to know your future by luck line? - religion.divyabhaskar.co.in
કોઈ પણ વ્યક્તિનું સારું વ્યક્તિત્વ હોય ચાહે એ હ્દયથી ઉદાર કેમ ના હોય અને સંપૂર્ણ રીતે સ્વસ્થ કેમ ના હોય પરંતુ સારા નસીબના અભાવમાં દરેક વાતો નિરર્થક થઈ જાય છે. હસ્તજ્યોતિષ અનુસાર કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય કેવું હોવું જોઈએ? કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકે ? આ દરેક વાતો ભાગ્યરેખા પરથી જાણી શકાય છે. જો ભાગ્ય રેખા સ્પષ્ટ હોય, ઉંડી હોય અને કોઈ પણ દોષ વગરની હોય તો જીવન સુખમય બની શકે છે. એ પ્રકારની વ્યક્તિ ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરે છે. એ જન્મથી જ બુદ્ધિમાન હોય છે. આ પ્રકારના લોકો સ્વતંત્ર વિચારો ધરાવનારા હોય છે. તે પોતાના અડગ વિચારોના કારણે જ પોતાની પહેચાન બનાવી શકે છે. પરિવાર તરફથી તેમને કોઈ પણ પ્રકારનો વિશેષ સહયોગ મળી શકતો નથી. આ વ્યક્તિઓ હિંમત ન હારવાને લીધે હંમેશા આગળ વધતા રહે છે.
આવા લોકો સફળ ન્યાયાધીશ અને દાર્શનિક હોય છે. તેમનું ગૃહસ્થ જીવન સુખમય હોય છે. વિદેશ યાત્રાનો યોગ તેમના જીવનમાં અનેકવાર આવે છે. આ પ્રકારે ભાગ્ય રેખા તૂટેલી હોય તો તે વ્યક્તિના જીવનમાં સફળતા ઓછી મળે છે. એવી રેખાઓ અંતમાં જઈને બે મુખી થાય છે અને તે એક યોગ્ય સંકેત માનવામાં આવે છે. તે પ્રકારની વ્યક્તિ નિશ્ચય પોતાના ઉદ્દેશ્યમાં સફળ રહે છે.
No comments:
Post a Comment