કોને મળે છે સાસરી પક્ષમાંથી ધન ? - Who gets money from in-laws? - religion.divyabhaskar.co.in
શાસ્ત્ર કહે છે આ રીતે ધન પ્રાપ્તિ હેતુ રાખ્યા કરતા પોતાની જ મહેનતે ધન મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ, વગર પ્રયાસે મેળવેલું ધન જલ્દી સમાપ્ત થાય છે.
બહુ ઓછા એવા લોકો હોય છે જેમને સાસરીના ધનની અપેક્ષા નથી હોતી. કેટલાક લોકો માટે તો સાસરીનું ધન વાપરવું જાણે કે ફેશન બની ગઇ છે. માતા-પિતાની એક માત્ર સંતાન એવી પુત્રી સાથે લગ્ન કરીને અનેક યુવકો તેમની સંપત્તિ પણ ધારણ કરવાની મહેચ્છા બનાવી લે છે. પણ અમુક લોકો જ હોય છે જેમની આ ઇચ્છા ફળીભૂત થાય છે.
કેવી રીતે મળે છે સાસરી પક્ષમાંથી ધન ?
- ચતુર્થેશ તથા દ્વિતીયેશ સપ્તમ હોય તથા તેની ઉપર શુક્રની દ્રષ્ટિ હોય કે શુક્ર સાથે યુતિ હોય.
- સપ્તમેશ તથા ધનેશ ઈશ ભાવમાં હોય કે પછી એક રાશિ પર હોય અને શુક્રની તેના પર નજર હોય.
- ચંદ્રમા સપ્તમેશ હોય કે ચંદ્રમા ધન ભાવમાં હોય.
- દ્વિતીય સ્થાનનો સ્વામી સપ્તમમાં બેઠેલો હોય અને તેની ઉપર શુક્રની દ્રષ્ટિ પડતી હોય.
- ચતુર્થ સ્થાનનો સ્વામી સપ્તમમાં તથા સપ્તમનો સ્વામી ચતુર્થમાં હોય તો સાસરી પક્ષ તરફથી લાભ મળે છે. આ સિવાય ભાગ્ય સ્થાન પ્રબળ હોય તો પણ સાસરી પક્ષમાંથી ધનની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્ર કહે છે આ રીતે ધન પ્રાપ્તિ હેતુ રાખ્યા કરતા પોતાની જ મહેનતે ધન મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ, વગર પ્રયાસે મેળવેલું ધન જલ્દી સમાપ્ત થાય છે.
No comments:
Post a Comment