Friday, April 15, 2011

કુંડળી દ્વારા પુરી થશે જીવનસાથીની તલાશ...

આજે દરેક માતા-પિતા પોતાના પુત્ર માંટે સુંદર સંસ્કારવાન પુત્રવધૂ અને પુત્રીના લગ્ન માટે યોગ્ય અને સુસંસ્કારિત વરની ખોજમાં બેચેન રહે છે. યુવક અને યુવતિઓ પણ સારામાં સારા જીવનસાથી મેળવવાની ઈચ્છા રાખે છે. જેની સાથે મળીને પુરા જીવનની સફર સુખથી પુરી થઈ શકે.

જ્યોતિષ વિજ્ઞાન માણસની આવી જ ભાવનાઓને અને કામનાઓને પુરી કરે છે. સાથે જ તમામ દુવિધાઓ અને અટકાણની સ્થિતિમાથી મુક્ત કરે છે. લગ્ન અને જીવન સાથીના સબંધમાં જન્મ કુંડળીમાં સાતમાં ભાવ સાથે ગુરૂ, શુક્રની મહત્વપૂર્ણ ભુમિકા હોય છે.

- યુવક માટે જીવન સાથીનો નિર્ણય જન્મ કુંડળીમાં શુક્ર ગ્રહ અને તેની સ્થિતિના આધારે થાય છે.

- આ જ પ્રકારે યુવતિ માટે જીવન સાથીનો નિર્ણય જન્મ કુંડળીમાં બ્રુહસ્પતિ ગ્રહ અને તેની સ્થિતિના આધારે થાય છે.

- યુવક માંટે સુંદર, સુશીલ, અને સંસ્કારવાન જીવનસાથી માંટે જન્મ કુંડળીના સાતમાં ભાવમાં સ્વામી અને શુક્ર ગ્રહનુ ગુરૂ સાથે હોવુ અથવા તેની દ્રષ્ટિ હોવી જરૂરી છે.

- યુવતિ માટે યોગ્ય , સુંદર અને સંસ્કારવાન જીવનસાથી માટે જન્મ કુંડળીમાં સાતમાં ભાવમાં સ્વામી અને ગુરૂ ગ્રહનુ શુક્ર સાથે હોવુ અથવા તેની દ્રષ્ટિ હોવી જરૂરી છે.

- જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કુંડળીમાં ગુરૂની દ્રષ્ટિ એટલે તે જે ઘરમાં જોવે છે, તે સારૂ ફળ આપે છે. પરંતુ તે જે ઘરમાં રહે છે, ત્યાં ખરાબ ફળ મળે છે. એટલા માટે કહેવામાં આવ્યુ છે કે જ્યારે ગુરૂ યુવક કે યુવતિની કુંડળીમાં સાતમાં ઘરમાં બેસ્યો હોય તો લગ્નમાં વાર લાગી શકે છે.

No comments:

Post a Comment