Tuesday, March 22, 2011

પિતૃદોષ નિવારણ- શ્રેષ્ઠ ઉપાસના

પિતૃઓની અધૂરી રહેલી ઇચ્છાઓ કુટુંબીજનોને હેરાન કરે છે, જેને આપણે પિતૃદોષ કહીએ છીએ.

આ જગત પાંચ તત્વોનું બનેલું છે. તે રીતે માનવનું શરીર પણ પાંચ તત્વોનું બનેલું છે. આ તત્વોમાં અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશનો સમાવેશ થાય છે. પૃથ્વી તત્વની માત્રા વધુ પ્રમાણમાં માનવમાં જોઇ શકાય છે અને તેથી તેની સ્પષ્ટ આકૃતિ કે આકાર આપણે જોઇ શકીએ છીએ. માનવ સિવાયની યોનિઓમાં પૃથ્વી તત્વનો અભાવ જોવા મળે છે. પૃથ્વી તત્વના અભાવના કારણે તેમની સ્પષ્ટ આકૃતિ જોઇ શકાતી નથી. આવી યોનિઓમાં શરીર વગરના આત્માઓ ભટકતા હોય છે.

તેમાં કેટલાક આત્માઓ સારા હોય છે અને કેટલાક અનિષ્ટ પણ હોય છે. બીમાર વ્યક્તિનું શરીર છુટવાની તૈયારીમાં હોય છે તે સમયે મનમાં આંતરિક ઇચ્છા તૃપ્ત થવાની વેળાએ આંતરમનમાં રમણ કરતી હોય છે. એ ઇચ્છાઓ પૂરી થતી નથી ત્યારે તે અધૂરી રહેલી ઇચ્છાઓ વિકારરૂપ લઇને વાસનાને સંતોષવા પ્રેતરૂપે સંતાનોને તથા કુટુંબીજનોને હેરાન-પરેશાન કરે છે, જેને આપણે સાદી ભાષામાં પિતૃદોષ કહીએ છીએ.

પિતૃદોષનાં લક્ષણો

આપણે કેટલાંક કુટુંબોમાં રોજબરોજ કલેશ થતો જોઇએ છીએ. નોકરી-ધંધામાં બરક્ત દેખાતી નથી. સંતાનપ્રાપ્તિમાં અવરોધો આવે છે. સંતાનો ખોડખાંપણવાળાં જન્મે છે. બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે. ઘરમાં કોઇ ભયભીત રહે છે યા ગાંડું કે પાગલ જોવા મળે છે. આ ઉપરાંત અનેક લક્ષણો પિતૃદોષમાં જોવા મળે છે. જ્યોતિષી પાસે જઇને કોઇ વ્યક્તિ પ્રશ્નકુંડળી મુકાવે છે ત્યારે જ્યોતિષી પ્રશ્નકુંડળી જોઇને દરેક જન્મલગ્નમાં નીચેના દોષો લગ્ન પરથી અને ગ્રહો પરથી બતાવે છે.

(૧) મેષલગ્ન-પિતૃદોષ (૨) વૃષભલગ્ન-ગોમદોષ (૩) મિથુનલગ્ન-કુળદેવી દોષ (૪) કર્કલગ્ન-શિકાતર દોષ (૫) સિંહલગ્ન-પ્રેતદોષ (૬) કન્યાલગ્ન-દેવીદોષ (૭) તુલાલગ્ન-ક્ષેમપાળ દોષ (૮) વૃશ્વિકલગ્ન-વૈતાલ દોષ (૯) ધનલગ્ન-ગ્રામદેવી દોષ (૧૦) મકરલગ્ન-યોગિની દોષ (૧૧) કુંભલગ્ન-પિતૃદોષ (૧૨) મીનલગ્ન-ડાકીણી દોષ. આ ઉપરાંત જન્મલગ્નથી કે પ્રશ્નલગ્નથી આઠમે કે બારમે સૂર્યાદિ ગ્રહો હોય તો નીચના દોષો કહેવામાં આવે છે.

સૂર્યને લઇને કુળદેવી દોષ, ચંદ્રને લઇને જળદેવી દોષ, મંગળને લઇને શક્તિનો દોષ, બુધને લઇને ભૂતપ્રેતનો દોષ, ગુરુને લઇને પિતૃદોષ, શુક્રને લઇને જળઘાતનો દોષ, શનિને લઇને કુળદેવતાનો દોષ, રાહુ-કેતુને લઇને પ્રેતદોષ બતાવે છે. પ્રેતદોષમાં અનિષ્ટ તત્વો દ્વારા એટલી બધી વ્યથા જાતક અનુભવ કરે છે કે, રાત-દિવસ ભયના ઓથાર નીચે સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે અને આખરે સંકીર્ણ અવસ્થામાં મૃત્યુને આધીન થાય છે. જે વ્યક્તિની હત્યા કે ખૂન થાય છે તે વ્યંતરદેવ બને છે.

આત્મહત્યા કરનાર પણ વ્યંતરદેવ બને છે. આ વ્યંતરદેવ આગલા જન્મનો બદલો કે વેર વસૂલ કરે છે. એવું પણ કહેવાય છે કે, પિતૃઓ કોઇનું ખરાબ કરતા નથી, પરંતુ કુટુંબીઓએ કેટલાકને દગો કર્યો હોય, હેરાન-પરેશાન કર્યા હોય, માલ-મિલકત ખૂંચવી લીધી હોય, આત્મહત્યા કરવા પ્રેર્યા હોય, ખૂન કર્યું હોય તો પિતૃઓ તેનો બદલો લીધા વગર જંપતા નથી. મારા એક અસીલનો સત્ય કિસ્સો કહેવા માટે મારું મન લલચાઇ જાય છે. તેઓની કુંડળીમાં પ્રબળ પિતૃદોષ હતો.

મેં તેમને નારાયણ બલિ કરવા તથા પીપળે જળ ચઢાવવાની સલાહ આપી, તો તેમણે મને ઘસીને ના પાડી કે, ‘અમારા પિતૃઓનું નામ લઇએ છીએ તો તુરત જ અમોને નુકસાન પહોંચાડે છે. જીવતા હતા ત્યારે નડ્યા હતા અને મર્યા પછી પણ નડે છે. તેમને મોેક્ષ જોઇતો જ નથી, છતાં તમે આગ્રહ રાખતા હો તો અને જવાબદારી લેતા હો તો પીપળે પાણી ચઢાવું.’ મેં હા કહી અને ચોથે દિવસે મારા અસીલે આવીને કહ્યું કે, ‘મારી પત્ની એકાએક પડી ગઇ અને મારા દીકરાને ૪૦ હજારનું શેરમાં નુકસાન ગયું.’ આ અસીલ પિતૃનિવારણ કરાવવા માગતા નથી.

પિતૃદોષ નિવારણના સરળ ઉપાયો

પિતૃદોષ નિવારણ માટે કારતક, ચૈત્ર અને ભાદરવા વદપક્ષનો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ®લેષા નક્ષત્ર અને બુધવારી અમાસના પણ શ્રેષ્ઠ સમય છે. પિતૃદોષ નિવારણા યંત્રનું ઘરમાં સ્થાપન કરી સવા લાખ મહામૃત્યુંજય મંત્રના જાપ કરાવીને કોઇ પણ પવિત્ર નદીના વહેતા જળમાં યંત્રનું વિસર્જન કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે.

- પાણિયારે આડી વાટનો દીવો પ્રગટાવી, ધૂપદીપ ૪૧ દિવસ સુધી કરવા અને પિતૃઓને વંદન કરી પ્રાર્થના કરવાથી પિતૃ નડતા નથી.

- ‘વિષ્ણુ સહસ્ત્ર નામ’નો પાઠ ઘેર તુલસી ક્યારા પાસે દીવો-અગરબત્તી કરીને કરવાથી પિતૃઓ શાંત થાય છે.

- દર અમાસે- ‘સર્વ પિતૃ મનોકામના શાંતિ કુરુ કુરુ સ્વાહા’ મંત્રનો જાપ કરવાથી અને અમાસના રોજ જમ્યા પહેલાં ભોજન તૈયાર કરીને પિતૃઓને ધરાવી તે ભોજન ગાય, કૂતરા, કાગડાને આપી પછી ભોજન કરવાથી ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે.

- પશ્ચિમ નદીકિનારે કે એકાંત શિવાલય આગળ બેસી ચંડીપાઠ કે લઘુરુદ્ર કે નારાયણ બલિ, ત્રિપિંડી શ્રાદ્ધ સહિત કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે.

No comments:

Post a Comment