હથેળી પર દેખાતી નાની નાની રેખાઓ એકબીજા સાથે મળીને એવો યોગ બનાવે છે, જે તમને ભવિષ્યમાં સફળ અને લોકપ્રિય બનાવી શકે છે. બની શકે કે તમારા ભવિષ્યમાં કંઈક એવું રહસ્ય છુપાયું હોય જે જાણવું તમારા માટે અજાણ્યું હોય.. અહીં આપણે એવા એક રુચક યોગની વાત કરી રહ્યા છીએ જે હાથમાં મંગળ એટલે કે અંગુઠાની પાસે અને શુક્રની ઉપર સ્થિત પર્વત પૂર્ણ સાથે રચાય છે. જે વિકસિત હોવાથી સ્પષ્ટ હોય છે તથા લાલિમા માટે હોય તથા પર્વત એટલે કે મંગળથી કોઈ રેખા ઉદિત હોય એ દેખાય તેને મંગળ રેખા કહેવામાં આવે છે.
મંગળ રેખા સીધી, પાતળી અને સુંદર હોય , ગુરુ પર્વત એટલે કે ઈંડેક્સ પર્વતની નીચેનું ક્ષેત્ર અને બુધ એટલે કે લિટલ ફિંગરની નીચેનો પર્વત મજબૂત સ્થિતીમાં હોય તે વ્યક્તિના હાથમાં રુચક યોગ બને છે. આ યોગવાળા વ્યક્તિઓ મજબૂત કદકાઠીના હોય છે. તેઓ પોતાના કાર્યોથી સમાજ અને દેશનું નામ રોશન કરનારા હોય છે. તેઓ સારા નેતાની સાથે કલાપ્રેમી પણ હોય છે.
પોતાના દેશની માટીને પ્રેમ કરનારા લોકો હોય છે. એવા વ્યક્તિનું ચરિત્ર ખૂબ સારું હોય છે. તે લોકો કોઈના પણ દબાણમાં આવીને કામ નથી કરતા. એવા વ્યક્તિ મોટા ભાગે પોલીસમાં ઉચ્ચ પદ પર હોય છે. એ લોકો ખૂબ સરસ સુઝબુઝ ધરાવનારા હોય છે. આ યોગને પાંચ મહાપુરુષ યોગમાંનો એક યોગ માનવામાં આવે છે. એવા વ્યક્તિ દેશ વિદેશમાં સન્માન પામનારા હોય છે. આ યોગ જે કોઈના પણ હાથમાં હોય તેમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને છે. તેમની આવનારી કાલ ખૂબ સુખ અને સમૃદ્ધિથી પૂર્ણ હોય છે.
No comments:
Post a Comment