ગ્રહ આપણા જીવનને સીધે સીધી રીતે પ્રભાવિત કરે છે. આ સાથે જ તેમની સ્થિતી આપણા શરીર પર ખૂબ પ્રભાવ આપે છે. કુંડળીમાં સ્થિત ગ્રહોની સ્થિતી અને તેમની ચાલથી જ આપણું નસીબ બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી રાશિમાં કોઈ ગ્રહ વધારે સમય સુધી રહે તો તમારા જીવનની દરેક ઘટનામાં તે હસ્તક્ષેપ કરે છે.
જો તમારી રાશિમાં ગ્રહ અશુભ ફળ આપે તો તે જ્યાં સુધી તે ગ્રહ રહેશે ત્યાં સુધી તમે અનેક મુશ્કેલીઓનો સામનો કરશો. તે જ રીતે શુભ ગ્રહ સારું ફળ પ્રદાન કરે છે.
ગ્રહ- એક રાશિમાં રહેવાની અવધિ
સૂર્ય- એક રાશિ પર એક માસ
ચંદ્ર- એક રાશિ પર સવા બે દિવસ
મંગળ- એક રાશિ પર દોઢ માસ
બુધ- એક રાશિ પર પોણા બે માસ
ગુરુ - એક રાશિ પર 13 માસ
શુક્ર- એક રાશિ પર 3/4 માસ
શનિ- એક રાશિ પર અઢી વર્ષ
રાહુ- એક રાશિ પર દોઢ વર્ષ
જો ગ્રહ તમારી રાશિમાં રહેશે તો તેનાથી વિશેષ ફળ તમને ફળ મળશે. ગ્રહની સ્થિતી અનુસાર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.
No comments:
Post a Comment