કયા સ્થાનમાં કેવું ફળ આપે છે રાહુ? - What gives Rahu in different places - religion.divyabhaskar.co.in
જ્યારે રાહુની મહાદશા હોય ત્યારે જાતક સંપૂર્ણ રીતે અસમંજસની સ્થિતિમાં આવી જાય છે. તે સારા-નરસાનો વિચાર પણ છોડી દે છે. જાતકની રુચિ વિપરિત કાર્યોમાં બનવા લાગે છે.
રાહુ એક છાયા ગ્રહ છે, પરંતુ જન્માક્ષરમાં તે જે ભાવમાં સ્થિતિ પામેલો હોય, તે સ્થાનને વધારે પ્રભાવિત કરે છે. ખાસ કરીને જ્યારે રાહુની મહાદશા હોય ત્યારે જાતક સંપૂર્ણ રીતે અસમંજસની સ્થિતિમાં આવી જાય છે. તે સારા-નરસાનો વિચાર પણ છોડી દે છે. જાતકની રુચિ વિપરિત કાર્યોમાં બનવા લાગે છે. આવો, જાણીએ કે કયા ઘરમાં રાહુ કેવું ફળ આપે છે...
1. પ્રથમ ભાવ- વિજયી, વૈરાગી, નબળું મસ્તિષ્ક ધરાવનાર, ગુસ્સાવાળો(ગુસ્સાવાળી)
2. દ્વિતિય ભાવ - દ્વેષ રાખવાવાળો, જુઠ્ઠું બોલવાવાળો, છેતરામણો, કટુવચની, ધનવાન
3. તૃતીય ભાવ- શક્તિશાળી, બુદ્ધિમાન, ઉદ્યમી, વિવેકશીલ
4. ચતુર્થ ભાવ- માતૃદોહી, ઝઘડાળુ, સુખહીન
5. પંચમ ભાવ- પુત્રવાન, સુખી, ધનવાન, ઓછો બુદ્ધિશાળી
6. ષષ્ઠ ભાવ- તાકાતવાન, ધૈર્યશીલ, કર્મશીલ, શત્રુ સામે વિજય મેળવનાર
7. સપ્તમ ભાવ- એક કરતા વધારે વિવાહના યોગવાળો, કપટી, વ્યાભિચારી, ચતુર
8. આઠમો ભાવ- લાંબા આયુષ્યવાળો, કષ્ટદાયક જીવન ધરાવનાર, ગુપ્ત રોગી
9. નવમો ભાવ- ભાગ્યહીન, યાત્રા કરવાવાળો, મહેનતી
10. દસમો ભાવ- નશાખોર, વાચાળ, દુષ્કૃત્યો કરવાવાળો
11. અગિયારમો ભાવ- ચોક્કસ, લાલચુ, નાના કાર્યો કરવાવાળો
12. દસમો ભાવ- ચિંતિત, ઉતાવળો, પૈસા વાપરવામાં પાવરધો
(અન્ય ગ્રહો પર વિચાર કર્યા બાદ જ પ્રમાણિત માનવું)
No comments:
Post a Comment