Friday, December 10, 2010

કુંડળીમાં ગુરુ અશુભ હોય તો!!

સમગ્ર દેવતાઓનો ગુરુ બૃહસ્પિતનું આપણી કુંડળીમાં અતિ મહત્વનું સ્થાન છે.જો કુંડળીમાં ગુરુ ઉચ્ચનો હોય તો જે તે વ્યક્તિનું શરીર સુંદર હોય છે. એ વ્યક્તિ સુખી, વિદ્વાન, સુશીલ, ધૈર્યશીલ,ભાગ્યવાન,યશસ્વી, ધાર્મિક કાર્યો કરનારો, ધનિક, બુદ્ધિમાન, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવનારો, પ્રામાણિક,મહેનતુ, ન્યાયપ્રિય અને ચતુર વગેરે ગુણો ધરાવે છે.

જે વ્યક્તિનો ગુરુ અશુભ હોય એ કંજુસ, લોભી, નિર્ધન, અવિશ્વાસુ, વિપરીત બુદ્ધિવાળો, ડરપોક, દુર્બળ, સ્ત્રીને વશ થયેલો, જુઠ્ઠો, શરાબી, અશિક્ષિત, વ્યાભિચારી, ક્રુર, ચંચલ મનવાળો, ઘમંડી વગેરે અવગુણો ધરાવનારો હોય છે.

તમારી કુંડળી અનુસાર જો તમારો ગ્રહ અશુભ ફળ આપનારો છે તો ગુરુના ભાવ પ્રમાણે તેના કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.જેને સ્વીકારવાથી નિશ્ચિત ગુરુનો કુપ્રભાવ ઓછો થશે અને ગુરુ સંબંધી દોષ દૂર થશે.દરેક ઉપાયો ઓછામાં ઓછા 40 દિવસ સુધી કરવા અનિવાર્ય છે.એક સમયે એક જ ઉપાય કરવો. દરેક ઉપાયો પૂર્ણ સ્વરુપથી ગુરુનો પ્રભાવ ઓછો કરનારા હોય છે.આ ઉપાયો કરતી વખતે મનમાં કોઈ શંકા ના રાખો નહીં તો ઉપાયોનું યોગ્ય ફળ નહીં મળે.

No comments:

Post a Comment