સ્વાસ્થ્ય રેખા જણાવશે કેટલા તંદુરસ્ત છો તમે.. - Your palmology decides your health - religion.divyabhaskar.co.in
કોઈ પણ વ્યક્તિ પાસે યશ, માન, પદ અને પ્રતિષ્ઠા તથા ઐશ્વર્ય હોય પરંતુ તેની પાસે તંદુરસ્તીની કમી હોય તો તેના જીવનમાં દરેક સુખની કમી રહે છે. સુખ શરીરનું હોય તો એનું નામ છે તંદુરસ્તી. હસ્તરેખાઓના માધ્યમથી જાણી શકાય છે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે. હથેળીમાં સ્વાસ્થ્ય રેખાનું ઉદ્ગમ કોઈ પણ સ્થાનમાં કેમ ન હોય પરંતુ તેનો અંત લિટલ ફિંગરની નીચે સુધી થાય છે. તે ક્ષેત્રને બુધ પર્વત કહેવામાં આવે છે. કેટલીક રેખાઓ એવી હોય છે તે ફક્ત બુધ પર્વતને સ્પર્શતી હોય છે.
- જો સ્વાસ્થ્ય રેખા આરંભમાં લાલ હોય તો તે વ્યક્તિના જીવનમાં હ્રદય રોગ થવાની સંભાવના રહે છે.
- સ્વાસ્થ્ય રેખા જીવન રેખાને મળે છે અને એ વ્યક્તિ દીર્ઘાયુ બને છે.
- સ્વાસ્થ્ય રેખા વળાંકવાળી હોય તો વ્યક્તિને પેટથી જોડાયેલી સમસ્યા રહે છે.
- સ્વાસ્થ્ય રેખા પર તારાનું ચિહ્ન હોય તો તે વ્યક્તિને જીવનમાં ક્યારેય પોતાના પરિવારનો સહયોગ નથી મળતો.
- આ રેખાની આસપાસ ક્રોસ હોય તો તે વ્યક્તિ જીવનમાં અનેક દુર્ઘટનાઓનો સામનો કરતા હોય છે.
- જો આંગળીઓ વધારે તીક્ષ્ણ હોય તો હથેળીમાં સ્વાસ્થ્ય રેખા નથી હોતી અને તે વ્યક્તિ ખૂબ સ્ફુર્તિલી હોય છે.
- આ રેખા પાતળી અને કમજોર હોય છે તે વ્યક્તિના ચહેરા પર સુસ્તી રહે છે.
No comments:
Post a Comment