Wednesday, October 6, 2010

તમારી સાથે પણ આવું થતું હોય તો સમજવું કે પિતૃદોષ છે - pitrudosh in your life - religion.divyabhaskar.co.in

તમારી સાથે પણ આવું થતું હોય તો સમજવું કે પિતૃદોષ છે - pitrudosh in your life - religion.divyabhaskar.co.in

પિતૃ દોષનો પ્રભાવ અનેક રીતે જોવા મળે છે. આ દોષ જીવનમાં લગભગ દરેક પક્ષોને પ્રભાવિત કરે છે. સામાન્ય રીતે આ દોષો દ્વારા નિર્માણ પામતી સ્થિતિઓ માટે કોઇ અન્ય પરીબળ જવાબદાર હોવાનું માની લેવામાં આવે છે. અહિંયા કેટલીક એવી પરિસ્થિતિઓ અંગે જણાવવામાં આવ્યું છે જેના થકી જાણી શકાશે કે વ્યક્તિના જીવનમાં પિતૃદોષ છે કે નહીં.



પિતૃ દોષથી પીડિત વ્યક્તિના વિવાહમાં અનેક પ્રકારના વિધ્નો જોવા મળે છે. આ લોકો બધી રીતે સંપન્ન હોય છે તેમ છતાં તેમના લગ્ન થઇ શકતા નથી.



પરિવારમાં બીમારીનું પ્રમાણ વધારે હોય છે. પરિવારના સભ્યો બીમાર વધારે રહે છે અને રોગના નિવારણ માટે ખર્ચા વધારે થાય છે. આ સ્થિતિના કારણે પરિવારમાં સુખ શાંતિનો અભાવ રહે છે. આ સ્થિતિને પણ પિતૃ દોષનો પ્રભાવ માનવામાં આવે છે.



દરરોજ દેવું ચઢી ગયું હોય તેવી સ્થિતિ કોઇપણ વ્યક્તિને વ્યક્તિગત રીતે સૌથી વધારે પ્રભાવિત કરે છે. જે લોકો પિતૃદોષથી ગ્રસ્ત હોય છે તેઓ અથાગ પ્રયાસ કરવા છતાં પણ આ સ્થિતિમાંથી બહાર આવી શકતા નથી. જો પ્રયત્નો કરીને દેવું ઉતારી નાંખે તો પણ તેમના જીવનમાં એવી ઘટના ઘટે છે કે જેના કારણે તેણે ફરી દેવું લેવાની ફરજ પડે છે.



પિતૃદોષ હોવાના કરાણે પરિવારના પ્રમુખ વ્યક્તિ અથવા ગૃહિણીને સ્વપ્નમાં સાંપ દેખાવો, સાંપનું મરવું, પાણીમાં પડવું, મકાન, ઝાડ વગેરેનું અચાનક પડી જવું સ્વપ્નમાં કોઇ પૂર્વજ દ્વારા ભોજન અથવા વસ્ત્રની માંગ કરવી વગેરે સમયાંતરે જોવા મળે છે.



આ પ્રકારની કોઇ પણ સ્થિતિ કોઇપણ વ્યક્તિના જીવનમાં બને છે તો તેના જીવનમાં પિતૃદોષ બને છે.

No comments:

Post a Comment