Wednesday, October 6, 2010

હવે હાથની રેખાઓ નસીબ ચમકાવશે... - Palmistry- Those person getting sudden fortune - religion.divyabhaskar.co.in

હવે હાથની રેખાઓ નસીબ ચમકાવશે... - Palmistry- Those person getting sudden fortune - religion.divyabhaskar.co.in
આપણી હથેળીમાં કેટલીક રેખાઓ એવી હોય છે જેનો પ્રારંભ કોઈ પણ જગ્યાએથી થઈ શકે છે. હથેળીના કોઈ પણ પર્વત તરફ આ દિશાઓ આગળ વધે છે. આ રેખાઓ પ્રભાવશાળી રેખાઓ કહેવાય છે.

- આ રેખાઓ શુક્ર, સૂર્ય, ગુરુ, બુધ અને શનિ પ્રર્વતનો સ્પર્શ કરે છે. આ રેખાઓ બળવાન હોય છે. એ વ્યક્તિઓને જીવનમાં આગળ વઘવાની પ્રેરણા આપે છે.


- એ રેખા જો મિડલ ફિંગરથી નીકળીને ભાગ્ય રેખાને કાપે તો તે વ્યક્તિ ભાગ્યહીન બની જાય છે.


- જો એ રેખા બુધ પર્વત એટલે કે લિટલ ફિંગરથી નીકળીને આગળની રેખાને કાપે તો એ વ્યક્તિની તંદુરસ્તી વધારે નિર્બળ બની જાય છે.

- પ્રભાવશાળઈ રેખા ભાગ્યરેખાને જઈને મળે છે અને એ વ્યક્તિનું નસીબ અચાનક ચમકી જાય છે. એ વ્યક્તિને અચાનક ધન પ્રાપ્તિ થાય છે અને એ વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે.


- જો આ રેખા અંગૂઠાની નીચે વાળા ક્ષેત્ર તરફ જાય તો એને શુક્ર ક્ષેત્ર કહે છે. આ ક્ષેત્ર તરફ જો કોઈ ભાગ્યશાળી રેખા જાય તો તે વ્યક્તિ વેશ્યાગમન કરનારો અને ચાલાક હોય છે.

No comments:

Post a Comment