વધુ કામુક હોય છે માંગલિક લોકો - why manglik people should marry with manglik - religion.divyabhaskar.co.in
સામાન્ય રીતે એવી ધારણા છે કે માંગલિક લોકોના લગ્ન માંગલિક સાથે જ થવા જોઇએ. તેની પાછળ ઘણા કારણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઇ વ્યક્તિની કુંડળીમાં લગ્ન અથવા પ્રથમ ભાવ, ચોથા. સાતમા, આઠમાં અને દશમા ભાવમાં મંગળ હોય તો તે માંગલિક હોય છે.
માંગલિક અર્થાત મંગળ ગ્રહથી અત્યાધિક પ્રભાવિત કુંડળી. આ લોકો પર મંગળ ગ્રહનો પ્રભાવ સૌથી વધારે હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળના ગ્રહને સેનાપતિ માનવામાં આવ્યો છે. મંગળ આપણા શરીરમાં રક્ત એટલે કે લોહીનું પ્રતિનિધિત્વ કરે છે. જો મંગળ અશુભ પ્રભાવ આપનાર હોય તો તે વ્યક્તિને લોહી સંબંધિત બિમારી થઇ શકે છે.
માંગલિકના લગ્ન માંગલિક વ્યક્તિ સાથે જ કેમ?
મંગળથી પ્રભાવિત વ્યક્તિ વધારે કામુક હોય છે. તેની કામ શક્તિ વધારે હોય છે. જો કોઇ માંગલિક વ્યક્તિના લગ્ન કોઇ સામાન્ય વ્યક્તિ સાથે થાય તો તેઓનું દાંપત્ય જીવન શારીરિક અને કામ સંબંધિત પરેશાનીઓથી ભરેલું હોય છે. સામાન્ય વ્યક્તિ માંગલિકની કામશક્તિનો સરખી રીતે સામનો કરી શકતું નથી. જેના કારણે જ્યોતિષ અનુસાર માંગલિક વ્યક્તિએ કોઇ માંગલિક સાથે જ લગ્ન કરવા જોઇએ.
માંગલિક પર મંગળ ગ્રહનો પ્રભાવ
માંગલિક વ્યક્તિ પર મંગળનો સીધો પ્રભાવ હોય છે. જો મંગળ અશુભ ફળ આપનાર હોય તો એ વ્યક્તિને ઘણી મુશ્કેલીઓ હોય છે જેમ કે લોહી સંબંધિત બિમારી, ભૂમિ-ભવન મામલે નુક્સાન, લગ્નમાં મોડુ વગરે. આ વ્યક્તિઓ સખત મહેનત કરવા છતાં સફળતા મેળવી શકતા નથી.
ઉપાય
- મંગળવારે મંગળ ગ્રહ સંબંધિત લાલ વસ્તુઓ કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવી.
- શિવલિંગ પર દરરોજ જલ અર્પણ કરી બિલ્વ પત્ર, ચોખા, કુમકુમ વગેરેથી પૂજા-વિધી કરી.
- લાલ રંગનો રૂમાલ હંમેશા પોતાની સાથે રાખો.
- તાંબાનો ત્રિકોણ કટકો પોતાની સાથે રાખો.
- શિવાજીને લાલ મૈસુરની દાળ અર્પણ કરો.
- ગોળનું સેવન કરો.
No comments:
Post a Comment