Wednesday, September 29, 2010

અમંગળ જ નહીં, મંગળકારી પણ છે મંગળ - Mangal is Mangalkari too - religion.divyabhaskar.co.in

અમંગળ જ નહીં, મંગળકારી પણ છે મંગળ - Mangal is Mangalkari too - religion.divyabhaskar.co.in
મંગળ ભલે ક્રુર ગ્રહ ગણાય છે, પણ તે મંગળકારી પણ છે. ભગવાન રામનો જન્મ મંગળવારે જ થયો હતો.

નૌમી ભૈમ વાર મધુમાસા |
અવધપૂરી યહ ચરિત પ્રકાશા || (રાચમા)

શ્રી હનુમાનનો જન્મ મંગળવારે જ થયો હતો, માટે જ તેમની પૂજા મંગળવારે વિશેષ રીતે કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મંગળવારના દિવસે મંગળમૂર્તિ ગણેશનું પૂજન થાય છે, જેઓ સિદ્ધિ અને બુદ્ધિના દાતા છે. મંગળવારે જો મહાકાળી માતાની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. અને જો તે દિવસે અમાસ હોય, તેમાંય વળી જો સ્વાતિ નક્ષત્રનો યોગ હોય તો મા મહાકાળી પ્રસન્ન થાય છે.

મંગળ ભગવાન શિવથી ઉત્પન્ન છે. માટે મંગળ પત્રિકાવાળા જાતકોમાં શિવનું તેજ વિશેષ રુપે પડે છે. માંગલિક પત્રિકાના જાતકો આકર્ષક, તેજસ્વી હોય છે. તેઓ પોતાના કાર્યમાં શિખર પર હોય છે, સાથે જ સ્વભાવે ચિડિયા હોય છે. ધૈર્ય ધારણ કરવું અને ઓછું બોલવું એ તેમનો ગુણ હોય છે. ગ્રહોમાં મંગળ સેનાપતિ છે. માટે માંગલિક જાતકમાં લડવાની વિશેષ ક્ષમતા હોય છે. મોટી સમસ્યમાં ઘેરાયેલા હોવા છતાં તેઓ પોતાની ધીરજ ગુમાવતા નથી. મંગળવારના દિવસે લેણ-દેણના કાર્યને વર્જિત ગણવામાં આવ્યું છે. મંગળવારના દિવસે દાઢી કરવાની પણ મનાઇ છે. કારણ કે મંગળવારના દિવસે અપવિત્ર કાર્યોને નિષેધ ગણવામાં આવ્યા છે. જન્માક્ષરમાં મંગળ જો ચંદ્રની સાથે યુતિ કરે કે પછી મંગળ અને ચંદ્ર પર પરસ્પર એકબીજાની દ્રષ્ટિ હોય તો જાતક ગરીબ પણ બની શકે છે અને રાજા પણ. માટે, મંગળ માત્ર ક્રુર ગ્રહ જ નથી મંગળકારી પણ છે.

No comments:

Post a Comment