બુધનું જ્યોતિષમાં મહત્વ - budh graha mercury astrology horoscop india - religion.divyabhaskar.co.in
જ્યોતિષમાં બુધનું ઘણું મહત્વ છે. તેને ચતુર્થ ભાવનો કારક માનવામાં આવે છે. 32થી 35 વર્ષની અવસ્થામાં આનો જાતકના જીવન પર પ્રભાવ જોવા મળે છે. કોઈ પણ રાશિ પર પહોંચ્યાના સાત દિવસ પહેલા જ તે પોતાનું ફળ આપવાનું શરૂ કરી દે છે. સંપૂર્ણ રાશિ ભોગકાળ સુધી એક જેવો જ પ્રભાવશાળી રહે છે. તે સમયાંતરે અસ્ત, માર્ગી તથા વક્રી થતો રહે છે.
સૂર્ય, શુક્ર, રાહુ તથા કેતુ તેના નૈસર્ગિક મિત્ર છે જ્યારે ચંદ્રમાં પિતા હોવા છતાં તેનો પ્રભાવ શત્રુ સમાન છે. મંગળ, ગુરૂ તથા શનિ સાથે તે સમભાવ રાખે છે એટલે કે ઉદાસીન રહે છે. તેની એક વિશેષતા તે પણ છે કે જ્યારે તે શુભ ગ્રહથી યુક્ત રહે છે તો શુભ અને પાપ ગ્રહથી યુક્ત રહે છે તો અશુભ માનવામાં આવે છે.
એકલા બુધની ગણના શુભ ગ્રહમાં કરવામાં આવે છે. મનુષ્ય શરીરમાં ખભાથી લઈને ગળા સુધી તેનો અધિકાર હોય છે. તેના દ્વારા ભાઈ, મામા, કાકા, ભત્રીજા, વિદ્યા, બુદ્ધિ ચાતુર્ય વગેરે સંબંધમાં વિચાર કરવામાં આવે છે.
No comments:
Post a Comment