Tuesday, December 28, 2010

ચહેરો દર્શાવે છે આપનો સ્વભાવ

નાના ચહેરાવાળી વ્યક્તિ કંજૂસ તેમજ લાંબો ચહેરો ધરાવનારી વ્યક્તિ ધનહીન હોય છે.

દરેક વ્યક્તિનો ચહેરો વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે. શરીરના દરેક અંગ વિશે, વ્યક્તિના સ્વભાવ વિશે તેનો ચહેરો સઘળું જણાવી દે છે. અહીં આપને વિભિન્ન ચહેરાના આકાર પરથી જે-તે વ્યક્તિનો સ્વભાવ કેવો હશે તેની જાણકારી આપીએ છીએ.

- ચંદ્ર મંડળ જેવું મુખ ધરાવતી વ્યક્તિ ધર્માત્મા હોય છે.- સૂંઢની આકૃતિ સમાન ચહેરાવાળી વ્યક્તિ ભાગ્યહીન હોય છે.- સિંહ સમાન મોઢાવાળો માણસ ચોર પ્રકૃતિનો હોય છે.- હાથી જેવો ભરેલો ચહેરો ધરાવતો મનુષ્ય રાજા કે રાજા સમાન હોય છે. - બકરી કે વાંદરા જેવું મોઢું ધરાવનારી વ્યક્તિ ધનવાન હોય છે.- નાના ચહેરાવાળી વ્યક્તિ કંજૂસ તેમજ લાંબો ચહેરો ધરાવનારી વ્યક્તિ ધનહીન હોય છે.- સ્ત્રી સમાન ચહેરો ધરાવનાર સંતાનહીન હોય છે.- જેના ગાલ લાલ હોય છે તે ધનવાન તેમજ ખેડૂત હોય છે.- મોટા હોઠ ધરાવનાર દુખી હોય છે.- વાઘ અને હાથી સમાન કપાળ ધરાવનાર ધનવાન તેમજ સેનાપતિ હોય છે.

No comments:

Post a Comment