Tuesday, December 28, 2010

મનપંસદ વર કેવી રીતે મેળવશો?

સાતમાં સ્થાનમાં જો શુભગ્રહ સ્થાપિત હોય કે પછી તેની પર શુભગ્રહની દ્રષ્ટિ પણ પડતી હોય તો ઇચ્છા મુજબનો વર મળી શકે છે, સાથે સાસરીપક્ષની વ્યક્તિઓ પણ સન્માન આપે છે.

કન્યાઓને તે ચિંતા હંમેશા સતાવતી હોય છે કે પોતાને કેવો પતિ મળશે? જન્મપત્રિકાના નવાંશ અને ત્રિશાંશ દ્વારા આ ચિંતાનું સમાધાન કરી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પતિ માટે સાતમું સ્થાન નિર્ધારિત કરવામાં આવ્યું છે. સાતમાં સ્થાનમાં જો શુભગ્રહ સ્થાપિત હોય કે પછી તેની પર શુભગ્રહની દ્રષ્ટિ પણ પડતી હોય તો ઇચ્છા મુજબનો વર મળી શકે છે, સાથે સાસરીપક્ષની વ્યક્તિઓ પણ સન્માન આપે છે.

જો સાત પર ગુરુ, બુધ, શુક્ર પૈકીના કોઇ પણ ગ્રહ હોય તો સારા ઘરમાં વિવાહના યોગ બને છે. જો સપ્તમ સ્થાન પર આ ગ્રહોની દ્રષ્ટિ પણ પડી જાય તો કન્યાના લગ્ન સારા કુટુંબમાં થાય છે આ સ્થાન પર ગુરુ હોય કે તેની દ્રષ્ટિ હોય તો વિવાહમાં વિલંબ થાય છે. માટે ઉત્તમ વિવાહ અર્થે ગુરુવારનું વ્રત કરવું, પુખરાજ ધારણ કરવું, શિવ-પાર્વતીની પૂજા કરવી.

No comments:

Post a Comment