Tuesday, December 28, 2010

આંગળીના નખ પરથી ભવિષ્ય

જ્યોતિષશાસ્ત્રનો સંબંધ સીધો જ વિજ્ઞાન સાથે છે. હસ્તરેખાશાસ્ત્રમાં રેખાની અસર, માપ, જાડાઈ, લંબાઈથી ભવિષ્ય બને છે તેમજ તેનું ભવિષ્ય વાંચી શકાય છે. તેવી જ રીતે હસ્તરેખામાં આંગળી ઉપરથી તેમજ નખ ઉપરથી ભવિષ્યની ચર્ચા થઈ શકે છે. હસ્તરેખા મુજબ દરેક-વ્યક્તિના નખ જુદા જુદા હોય છે.

(૧) નાના ગોળાકાર નખ : આવા જાતકો સ્ફૂર્તિવાન, ચપળ, જિજ્ઞાસુ અને થોડા આળસુ હોય છે. સંગીતના, ખાવાના, કપડાંના શોખીન હોય છે. પત્ની આવ્યાં બાદ પ્રગતિ થાય છે. લગ્નજીવન સુખી હોય છે. જમીન-પોપર્ટી, બે નંબરનાં નાણાં અચૂક આવતાં હોય છે. કામવાસના તીવ્ર હોય છે. દરેક વસ્તુને ઝીણવટતાથી પારખે છે. જીવનમાં ઉચ્ચ ડિગ્રી મેળવે છે. વિદેશગમન ૪૦ વર્ષ બાદ થાય છે. સ્પષ્ટવક્તા હોય છે. પેટ, ચામડી, વાળ અને હાડકાનાં દર્દ થાય છે. લક્ષ્મીયોગ પ્રબળ હોય. ઈશ્વરને માનતા હોય છે.

(૨) ચોરસ નખ : આ પ્રકારની હસ્તરેખામાં ચોરસમાં નખ (પાવડા આકારના) જીવનમાં મજૂરી આપે છે. લગ્નજીવન સારું હોય છે, માતા-પિતા જોડે કનડગતો ચાલ્યા કરે છે. બોલવામાં રફ હોય છે. મહેનતુ હોય છે. પ્રેમપ્રસંગમાં નિષ્ફળતા મળતી હોય છે. આવા જાતકોએ બીમારીથી, અકસ્માતથી, કોર્ટકચેરીથી સંભાળવું પડતું હોય છે. આવા જાતકો મિત્રો-સગાં સાથે હળીભળી શકતા નથી. ટેક્નિકલ ક્ષેત્રે રુચિ વધારે હોય છે.

(૩) ખૂની નખ : આવા જાતકનો સ્વભાવ ખૂબ જ ચીડિયો હોય છે. આવા જાતકો ૩૦ વર્ષ બાદ ખરાબ કૃત્ય કરવા પ્રેરાય છે. આવા વ્યક્તિ કટુતાનીતિવાળા હોય છે. મૂડી સ્વભાવના હોય છે. શારીરિક રીતે ખૂબ જ શક્તિશાળી હોય છે. મોં ઉપર કે શરીર ઉપર ઘાના નિશાન બનેલા હોય છે. પૈસા માટે ગમે તેવું ખરાબ કૃત્ય કરે છે. ઘણી બધી વખત જેલવાસ ભોગવતા હોય છે. આવા વ્યક્તિઓ એક જગ્યાએ સ્થિર રહેતા નથી. ઘણી બધી વખતે જૂઠું બોલતા હોય છે. પૈસા ખૂબ જ કમાવીને ગુમાવી દે તેવી પ્રકૃતિ હોય છે. લગ્નજીવન બગડેલું હોય છે. જીવનના અંતિમ સમયમાં મોટી બીમારી-અકસ્માત-ઓપરેશન હોય છે.

(૪) યુ આકારના નખ: આ જાતકો સ્વમાની, લાગણીશીલ તેમજ સારા ઉદ્યોગપતિ કે પોલિટિશિયન હોય છે. તેમની આંગળીઓ થોડી મોટી હોય છે. કેમિકલ, જમીન-જાયદાદ, ટેક્નિકલ-કમ્પ્યૂટર ક્ષેત્રે સારી પ્રગતિ કરતા હોય છે. સારા હોદ્દા ઉપર હોય છે. સરકારી ખાતામાં અધિકારી હોય છે. લગ્નજીવન સફળ હોય છે. લવમેરેજ કરતા હોય છે. માતા-પિતાના અસીમ આશીર્વાદ હોય છે. પેટનાં, ચામડીનાં દર્દ, હાર્ટ, બીપી, ડાયાબિટીસ જેવા રોગો થતા હોય છે. ધનયોગ ૨૮, ૩૨, ૩૬, ૫૨, ૪૮થી વધતું જાય છે. સંતાનયોગથી લાભ મળે છે.

(૫) વી આકાર: આવા જાતકો કલાપ્રેમી, સાહિત્યપ્રેમી, ખાવાના, કપડાંના, સુગંધી દ્રવ્યોના શોખીન હોય છે. ગાયક કે ફિલ્મી આર્ટિસ્ટ બની શકે છે. કપરી પરિસ્થિતિમાંથી પણ બહાર આવતા હોય છે. અચાનક જ જીવનમાં બદલાવ આવતા હોય છે. લગ્નજીવન બગડી શકે છે. આવા જાતકો ઉતાવિળયા હોય છે. બોલીને બગાડતા હોય છે. વકીલાત, જ્યોતિષ, કમ્પ્યૂટર, ટીચિંગ, વકતૃત્વ સ્પર્ધા, સારા કાઉન્સિલર બની શકતા હોય છે. જીવનમાં ૨૨, ૩૨, ૪૨, ૪૮ વર્ષોમાં પ્રગતિમાં વધારો થાય છે. ધાર્મિક અને પ્રેમાળ હોય છે. અન્ય સામે પ્રભાવ સારો જમાવી શકે છે. પત્ની કે સંતાનોની સંભાળ ખૂબ કરતા હોય છે.

(૬) અણીદાર નખ: આવા જાતકો જાત મહેનતથી પ્રગતિ કરતા હોય છે. લાગણીશીલ હોય છે. માતા-પિતાને પ્રેમ મેળવે છે. હરવા-ફરવાના શોખીન હોય છે. જમીન-જાયદાદ વધતી હોય છે. લવમેરેજ કરે છે. સ્વભાવે જિદ્દી અને ખર્ચાળ હોય છે. ઇષ્ર્યા કરતા હોય છે. બોલવામાં ઘણી મીઠાશ હોય છે. વિચારોમાં રાચતા હોય છે. તેમની જોડે વિશ્વાસઘાત, છેતરપિંડી, ધનહાનિ થયેલ હોય છે. પ્રગતિ ૨૮, ૩૮, ૪૮ વર્ષોમાં વધે છે. અધાર્મિક હોય છે. સેવા-પૂજા મધ્યમ કરે છે. હંમેશાં કાર્યોમાં ઝડપી હોય છે. આવા જાતકો કામવાસનાથી પિડાતા હોય છે. પેટનાં, માથાનાં, ઢીંચણનાં દર્દ બનતાં હોય છે.

No comments:

Post a Comment