ચહેરાનો તલ પણ લકી બની શકે... - Mole on face can be lucky - religion.divyabhaskar.co.in
ચહેરાનો તલ કોઈ પણ સુંદર ચહેરાને વધુ નિખારે છે વધુ સુંદર બનાવે છે. પરંતુ તલ ફક્ત ચહેરાનું આકર્ષણ નથી તે કોઈ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય પણ દર્શાવે છે. ચહેરાના દરેક ભાગના તલ પર તેનો પોતાનો પ્રભાવ હોય છે. કોઈ પણ ભાગમાં વિશેષ રીતે ગાલ અને હોઠ પર તલ હોય તો ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
- જો કોઈ વ્યક્તિની બંને આઈબ્રો વચ્ચે તલ હોય તો એ વ્યક્તિ લોકોનું ભલું કરનાર હોય છે અને દિલની સાચી હોય છે..
- માથાના જમણાં ભાગમાં તલ હોય તો તે વ્યક્તિ સમાજમાં માન અને પ્રતિષ્ઠા આપનારો હોય છે.
- મસ્તક પર વચ્ચે તલ હોય તે વ્યક્તિની ફાઈનાન્સીયલ કંડિશન સારી અને મજબૂત હોય છે.
- ગળા પર તલ દેખાતો હોય તો તે વ્યક્તિ તેજ મગજનો અને પૈસા કમાવવામાં સફળ રહે છે.
- હડપચી પર જો તલ હોય તો તે વ્યક્તિ સ્વાર્થી અને સમાજથી કપાયેલા સંબંધ ધરાવનારો હોય છે.
- જમણાં ગાલ પર તલ હોય તો તે વ્યક્તિ ઉન્નતિશીલ અને મેઘાવી હોય છે. સૂચના આપનારી હોય છે.
- ડાબા ગાલ પર તલ શુભ નથી માનવામાં આવતો. એવા તલ ગૃહસ્થ જીવનમાં ધનનો અભાવ દર્શાવે છે.
- નાકના સીધા ભાગમાં તલ સુખી, ધન સંપન્ન અને નાકના ડાબા ભાગમાં તલ મહેનતી, કઠણ અને સફળતાનું સૂચક હોય છે.
- નાકના મધ્ય ભાગમાં તલ હોય તો તે વ્યક્તિ સ્થિર ન રહીને આમ તેમ ભટક્યા કરે છે..
- ડાબા હાથ પર તલ શુભ અને જમણા હાથની હથેળીમાં તલ ખોટા ખર્ચ કરનારો હોય છે.
- આ પ્રકારે તલ શુભ અને અશુભના સંકેત આપે છે. મહિલાઓમાં લેફ્ટ સાઈડ તલ શુભ માનવામાં આવે છે જ્યારે પુરુષોમાં જમણી બાજુનો તલ શુભ માનવામાં આવે છે.
No comments:
Post a Comment