Friday, October 8, 2010

રાશિ પ્રમાણે નવ દેવીઓની પૂજા-આરાધના - Navratri Puja as per your astro sign - religion.divyabhaskar.co.in

રાશિ પ્રમાણે નવ દેવીઓની પૂજા-આરાધના - Navratri Puja as per your astro sign - religion.divyabhaskar.co.in
નવરાત્રિની આરાધના કરવાથી તમે શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરી શકો છો. તો જાણીએ કઈ રાશિના લોકો કયા માતાજીની પૂજા કરે તો તેને ધારી સફળતા મળે. તમે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીની આ મંત્રોચ્ચારથી પૂજા અર્ચના કરી શકો છો. દરેક રાશિ અને ગ્રહ નક્ષત્રો પ્રમાણે અલગ અલગ દેવીની પૂજા કરવી હિતાવહ છે. તેનાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.


મેષ- મેષ રાશિના જાતકોએ શક્તિ ઉપાસના માટે દ્વિતીય મહાવિદ્યા તારાની સાધના કરવી. જ્યોતિષ અનુસાર આ મહાવિદ્યાનો સ્વભાવ મંગળની જેમ ઉગ્ર છે. મેષ રાશિ ધરાવનારા મહાવિદ્યાની સ્થાપ્ના કરીને તેની પૂજા કરે. મંત્રોજાપ કરે.
મંત્ર- ह्रीं स्त्रीं हूं फट्

વૃષભ - વૃષભ રાશિ ધરાવનારાઓએ ધન અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શ્રી વિદ્યા એટલે કે ષોડષી દેવીની સ્થાપ્ના કરવી અને આ મંત્રનો જાપ કરવો.
મંત્ર- ऐं क्लीं सौ:

મિથુન-ગૃહસ્થ જીવન સુખી કરવા માટે મિથુન રાશિના જાતકોએ ભુવનેશ્વરી દેવીની સાધના કરવી અને સાધનાના આ મંત્રોનો જાપ કરવો.
મંત્ર- ऐं ह्रीं

કર્ક - આ નવરાત્રિ પર કર્ક રાશિ ધરાવનારાઓએ કમલા દેવીની પૂજા કરવી. આ પૂજાથી ધન અને સુખ મળે છે. નીચે લખેલા મંત્રોથી તેના જાપ કરવા.
મંત્ર- ऊं श्रीं

સિંહ - જ્યોતિષ અનુસાર સિંહ રાશિના જાતકોએ માં બગલામુખીની સ્થાપ્ના કરીને તેની આરાધના કરવી તેનાથી શત્રુઓ પર વિજય મળે છે.
મંત્ર- ऊं हृी बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय
जिहृं कीलय कीलय बुद्धिं विनाशाय हृी ऊं स्वाहा

કન્યા - તમે ચતુર્થ મહાવિદ્યા ભુવનેશ્વરી દેવીની સાધના કરો તેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.
મંત્ર - ऐं ह्रीं ऐं

તુલા- તુલા રાશિ ધરાવનારા જાતકોએ સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે ષોડષી દેવીની સ્થાપ્ના કરવી. તેનાથી મનચાહી સફળતા મળશે.
મંત્ર- ऐं क्लीं सौ:

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિ ધરાવનારા તારાદેવીની સ્થાપ્ના કરવી. તેનાથી તમને શાસકીય કાર્યોમાં સફળતા મળશે.
મંત્ર- श्रीं ह्रीं स्त्रीं हूं फट्

ધન - ધન અને યશ પામવા માટે ધન રાશિના જાતકોએ કમલા દેવીની સ્થાપ્ના કરવી આ મંત્રોનો જાપ કરવાથી તમે ધાર્યું પરિણામ મેળવી શકશો.
મંત્ર- श्रीं

મકર- મકર રાશિના જાતકોએ પોતાની રાશિ અનુસાર મા કાળીની ઉપાસના કરવી.
મંત્ર- क्रीं कालीकाये नम:

કુંભ-કુંભ રાશિ ધરાવનારા જાતકોએ કાળીની ઉપાસના કરવી અને શત્રુઓનો નાશ કરવો.
મંત્ર- क्रीं कालीकाये नम:

મીન-આ રાશિના જાતકોએ સુખ સમૃદ્ધિ માટે કમલા દેવીની સ્થાપ્ના કરવી.
મંત્ર- श्री कमलाये नम:

No comments:

Post a Comment